________________
પરિશિષ્ટ ૩. પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત
અંગ્રેજોની રાજસત્તા ગુજરાતમાં સ્થપાઈ ત્યાંથી અર્વાચીન યુગ ગણવાનું : ઔચિત્ય એ છે કે ઈતિહાસને એ એક અસાધારણ વળાંક હતા, પૂર્વ અને પશ્ચિમની બે અત્યંત ભિન્ન કહી શકાય તેવી સંસ્કૃતિઓનું મિલન ત્યાંથી આરંભાયું અને એ મોટાં પરિવર્તનનું નિમિત્ત બન્યું.
બે સંસ્કૃતિઓનું મિલન હંમેશાં અનુકૂળ હોય એમ માની લેવાની જરૂર નથી. પ્રજાઓ એકબીજાના સંપર્કમાં આવે એનું એક પ્રોજન વ્યવહાર-વિનિમય હોઈ શકે, તે બીજુ પિતાની સત્તાનું ક્ષેત્ર વિસ્તારવાનું કે કઈ વધુ સુખદ પરિસ્થિતિમાં સ્થાયી થવાનું હોઈ શકે, અંગ્રેજ પ્રજા સાથે ભારતીય પ્રજા સંપર્કમાં આવી જેમાં પહેલાં બે પ્રયજન નિમિત્ત બન્યાં હતાં. આ દેશમાં
સ્થાયી વાસ કરવાનું અંગ્રેજોને અભિમત નહોતું, જેવું પૂર્વેના વિજેતાઓને ' હતું. અંગ્રેજો આવ્યા વેપાર કરવા, પણ રહી પડ્યા રાજ્ય કરવા, ભારતીય પ્રજા સાથે અંગ્રેજોને જે સંબંધ બંધાયે તે પરાજિત પ્રજા સાથે વિજેતાઓને હાઈ શકે તેવો હતો, અલબત, એ પહેલાં મુઘલ દરબારમાં વેપાર કરવાને પરવાને મેળવવા માટે અંગ્રેજે પૂરતી ગરજ અને નમ્રતા દાખવી ચૂક્યા હતા. પ્લાસીના યુદ્ધ પહેલાં અંગ્રેજો ભારતની પ્રજા સાથે સમાન દરજજાથી અને છૂટથી હળતા મળતા હતા, એટલું જ નહિ, તળ ભારતીય સંસ્કૃતિની કેટલીક વિશેષતાઓને વખાણતા પણ હતા, પણ પ્લાસીના યુદ્ધમાં મળેલા વિજયને પરિણામે બંગાળને કબજો મેળવ્યા પછી, એટલે કે અઢારમા શતકને ઉત્તરાર્ધ પૂરી થયા પછી હાકેમીને મિજાજ એમણે પરખાવવા માંડે. હળવા–મળવાનું પણ તેઓ ટાળતા રહ્યા. પરિણામે અંગ્રેજે કાયમ અહીંની પ્રજાને પારકા જ લાગેલા.
૧૭૫૭થી માંડી ૧૮૫૭ સુધીમાં લગભગ આખો ભારત દેશ અંગ્રેજોની આણ હેઠળ આવી ચૂક્યો હતો અને જે સેંકડો નાનાંમોટાં દેશી રાજ્યોને એમણે આંતરિક સ્વાયત્તતા ભોગવવા દીધેલી તે કેવળ રાજનીતિની એક શૈલી હતી. એ રાજ્યનો દરજજો આશ્રિત કે ખંડિયા રાજ્ય કરતાં વિશેષ ન હતો. આ આંતરિક
સ્વાયત્તતાને સુંદર ઉપયોગ કરનારાં કેટલાંક દેશી રાજ્યોએ પિતાની કપ્રિયતા હાંસલ કરી હતી, પણ મોટે ભાગે દેશી રાજ્યોને ભાગે બેવડી પરાધીનતા આવી હતી એ પણ સેંધવું જોઈશે,
અંગ્રેજો પારકા રહ્યા તેથી એમના પ્રભાવનું ક્ષેત્ર એમની શાસનપદ્ધતિઓ, એમણે સ્થાપેલી નવી રાજકીય સંસ્થાઓ, તારટપાલ રેલવે જેવાં એમણે દાખલા