________________
બ્રિટિશ કાળ
૫૪
આ મ્યુઝિયમનું સ્થાપના-વ ૧૮૯૧ બતાવ્યું છે.૧૨ આ મ્યુઝિયમની સ્થાપના પાછળનો હેતુ મૉડલ નકશાઓ તથા કલાકારીગીરીના નમૂનાઓથી બાળકોને શિક્ષણ આપવાના હતા. આ મ્યુઝિયમમાં ૧૯૧૪ સુધીમાં કેવા પ્રકારના સંગ્રહ હતા એની માહિતી હાલ ઉપલબ્ધ નથી. આ મ્યુઝિયમ હાલ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે,
૪. મરેડા મ્યુઝિયમ અન્ડ પિક્ચર ગૅલરી, વાદરા
આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૪ માં થઈ. કમાટી બાગ(હાલના સયાજીબાગ)માં આવેલું. મ્યુઝિયમનું આ ખે–માળી મકાન બાંધવાના એટલાં વર્ષો પહેલાં ખર્ચી લગભગ ત્રણ લાખ જેટલા થયા હતા. આ મકાન મ્યુઝિયમની સ્થાપના કરવાના હેતુથી જ બાંધવામાં આવેલું. ભારતમાં મ્યુઝિયમ-પ્રવૃત્તિના એ તબક્કાના અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે એ સમયમાં ઘણું કરીને રાજાના મહેલ અથવા મહેલના અમુક ભાગે તે મ્યુઝિયમની સ્થાપના કરવાના હેતુથી પ્રદર્શન—ખ`ડામાં ફેરવવામાં આવતા હતા. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ વખતના શાસનકર્તાએમાંના કેટલાક શાસક મ્યુઝિયમ-પ્રવૃત્તિમાં એટલી ઊંડી સૂઝ ધરાવતા હતા અને માનતા હતા કે મ્યુઝિયમ માટે અલગ મકાન બાંધવું અને જૂના મહેલ ઇત્યાદિના આવાસના ખડાને પ્રદર્શનખંડમાં ફેરવવા એ બે પરિસ્થિતિ વચ્ચે ઘણા તફાવત છે, મ્યુઝિયમના સંગ્રહની વાતાવરણનાં પરિબળા સામે સાચવણી, પ્રદર્શનમાં સંગ્રહમાંની વસ્તુ મૂકવા માટે ખડાની રચના તથા મ્યુઝિયમમાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવવા માટે મકાનના બાંધકામ વખતે, મ્યુઝિયમ માટે જ અલગ મકાન તૈયાર થાય એ અત્ય ́ત આવશ્યક રહે છે, ગમે તેટલા મેાટા મહેલાના ખડાને પ્રદર્શન ખંડામાં ફેરવવામાં આવે ત્યારે ઉપર જણાવેલાં કાર્યોમાં કેટલીક મર્યાદા નડે છે,
બરોડા મ્યુઝિયમના શિલારોપણવિધિ ૧૮૮૭ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા(૧૮૭૫–૧૯૩૯)ના હસ્તે થયા હતા. મકાન બંધાવવાનું ૧૮૯૦ માં શરૂ થયું તે ૧૮૯૪માં પૂરું થયું.
મ્યુઝિયમના વહીવટ તથા શૈક્ષણિક પ્રવૃત્તિનું સંચાલન મ્યુઝિયમની શરૂઆતથી શિક્ષણ ખાતા દ્વારા થયાં હતાં. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજના ૬૪ વર્ષના શાસનકાલ પ્રશ્નનાં કલ્યાણ તથા કેળવણીની દૃષ્ટિએ વડાદરા રાજ્યના સુવર્ણ કાલ કહેવાય છે. એમણે દેશ-પરદેશમાંથી એકત્રિત કરેલા કલાકારીગીરીના નમૂના મ્યુઝિયમને ભેટ આપ્યા. મ્યુઝિયમનું અસલ મકાન