________________
ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ
૫૮૭ આ રીતે વટસન મ્યુઝિયમ ૧૮૮૮માં સ્થપાયું. આ મ્યુઝિયમના પ્રથમ કયુરેટર તરીકે કાઠિયાવાડનાં પુરાતત્વ તથા પ્રાચીન ઇમારતો વિશે ઊંડું જ્ઞાન ધરાવતા સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય હતા. એમની આ મ્યુઝિયમમાં દસ વર્ષની નોકરી દરમ્યાન એમણે કાઠિયાવાડમાં દૂર દૂરના ભાગે સુધી આવેલા પ્રાચીન મંદિરો વાવો અરિજદ વગેરે ઈમારતની રૂબરૂ મુલાકાત લઈ એનાં શિપને અને એ સ્થળોએ પિતાને મળેલા અભિલેખેની છાપ લઈ એને ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. આવાં પ્રાચીન સ્થળોની એમની મુલાકાતને ઉલ્લેખ અને એ અંગેની વિગતવાર માહિતી આ મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં પ્રાપ્ય છે. તેઓ કયુરેટર તરીકે ૧૯૦૯ સુધી હતા.
આ મ્યુઝિયમના બીજા કયુરેટર તરીકે એમના પુત્ર શ્રી ગિ. વ. આચાર્યની નિમણુક ૧–૨–૧૯૧૦ ના રોજ થઈ. તેઓ પણ એમના પિતાશ્રીની માફક પ્રાચીન સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ તે તે સ્થળને ઝીણવટથી અભ્યાસ કરતા હતા અને અભિલેખેની છાપ એકઠી કરતા હતા.૮ એમણે પ્રાચીન સિક્કો વગેરેને મ્યુઝિયમના સંગ્રહમાં સારો એ ઉમેરો કર્યો અને મ્યુઝિયમના કેટલાક તામ્રપત્ર-લેખે અને શિલાલેખેને સંશોધન-સામયિકોમાં પ્રકાશિત કર્યા.
એમણે આ મ્યુઝિયમ ૧૯૧૮ સુધી સંભાળ્યું. મ્યુઝિયમના ૧૯૧૪ સુધીના સંગ્રહમાં મુખ્યત્વે ક્ષત્રપાલ ગુપ્તકાલ અને મૈત્રકકાલથી લઈને પ્રાચીન પાષાણપ્રતિમાઓ સિક્કાઓ શિલાલેખ તામ્રપત્રો હસ્તપ્રત ખનીજો ખડકે અને અશ્મીભૂત અવશેષો તેમજ કાઠિયાવાડના રાજવીઓ અને અન્ય મહાનુભાવોનાં તૈલચિત્રો, સ્થાનિક હુન્નરેના નમૂનાઓ વગેરેને સમાવેશ થતો હતો.૧૦ ૩. વિન્ચેસ્ટર મ્યુઝિયમ, સુરત
આ મ્યુઝિયમનું નામ, સ્વ. શ્રી. વિન્ચેસ્ટર કે જેઓ સુરત જિલ્લાના કલેકટર અને સુરત બર નગરપાલિકાના પ્રમુખ હતા, તેમની યાદમાં પાડવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સુરતમાં રાણી વિકટોરિયાને બાગ, જે હવે “ગાંધીબાગ” તરીકે ઓળખાય છે, તેના એક ખૂણામાં નાના મકાનમાં હતું, એને વહીવટ નગરપાલિકાના ઇજનેરને હસ્તક હતું. આ મ્યુઝિયમના સ્ટાફમાં ફક્ત એક જ ચોકીદાર હતો.
૧૯૫૯ માં પ્રકાશિત થયેલી શ્રી શિવરામતિએ તૈયાર કરેલી ડિરેકટરીમાં આ મ્યુઝિયમનું સ્થાપના વર્ષ ૧૮૮૦ બતાવ્યું છે, જ્યારે ૧૯૭૭માં શ્રીમતી ઉષા અગ્રવાલે તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમની અદ્યતન સંક્ષિપ્ત ડિરેકટરીમાં