________________
બ્રિટિશ કાટ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, કવિ વેરાટી વગેરેનાં ગીત ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. આ ગીતની કેટલીક પંક્તિઓ અહીં ટાંકવા જેવી છે – “રે શું માનવનું અભિમાન પલકમાં ટળી જશે રે
| (વીણાવેલી) હું મસ્તાન પ્રેમની, મને કઈ ના છેડો રે..”
જ (ઉમાદેવડી) રે શું નટવર વસંત છે થે નાચી રહ્યો”
(અશ્રુમતી) “ઝીણા ઝરમર વરસે મેહ, બીજે મારી ચૂંદલડી”
(જગતસિંહ) “આંખ વિના અંધારું રે, સદાય મારે આંખ વિના અંધારું
| (સૂરદાસ). હદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે”
(માલવપતિ મુંજ) 'આ ગીતના રાગ પણ સંગીતશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સમયાનુસાર ગાવામાં આવતા. રાતના બાર વાગ્યા સુધી પૂર્વ–રાગો અને એ પછી ઉત્તર રાગ-રાગિણીઓમાં ગીતની બંદિશ બાંધવામાં આવતી હતી. દેશ સારંગ માઢ વસંત પૂવી હિંડોળ માલકંસઆ બધા રાગ નાટકના બે અંક સુધીમાં આવી જતા અને ત્યાર પછી રાત જમતાં રાગિણી ટોડી માલશ્રી હંસકીંકણું ખંભાવતી ૌરવી આશાવરી વગેરે ગાવામાં આવતી. આ ગીતની કવિતા અને તરજોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આજે પણ જે પેઢીએ આ નાટક જોયાં છે અને માણ્યાં છે તે ગુજરાતી રંગભૂમિનાં ગીત વાગોળતાં આનંદ અને ઉલ્લાસ અનુભવે છે. આ ગીતની લેકજીવન ઉપર એવી ભૂરકી હતી કે મુંબઈથી માંડવી સુધી બૅન્ડવાળા એની તરજ બજાવતા હતા અને લેકેને ખુશ રાખતા હતા. ચિત્ર અને શિલ્પમાં વાઘોનું આલેખન
આ સમયમાં જે હિંદુ અને જૈન મંદિર બાંધવામાં આવ્યાં તેઓનાં શિમાં ગંધર્વો અને નતિકાઓ જુદાં જુદાં વાદ્યો સાથે જોવા મળે છે.
અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલા હઠીસિંહના દહેરામાં વિવિધ અંગ-ભંગીઓ સાથે વાધારિણુઓ કંડારવામાં આવી છે. આ વાદ્યોમાં મૃદંગ વાંસળી ઢોલ સરોદ મંજીરાં સારંગી મુખ્ય છે. આ સમયગાળામાં ગુજરાત