________________
ચિત્ર નૃત્ય નાટય અને સંગીત
હતી. મધ્યકાલમાં જે સંગીતજ્યા મંદિરની ચાર દીવાલમાં પુરાયેલી હતી તે હવે ખુલ્લા દરબારમાં–પ્રજાના ચોકમાં આવી હતી, પરિણામે શાસ્ત્રીય સંગીતની કલબો સ્થાપવામાં આવી, જેમાં સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવતું હતું. ધનિક કુટુંબમાં ખાનગી ટયુશન દ્વારા ઉત્સાહી સંતાનોને સંગીતની તાલીમ આપવામાં આવતી હતી. રંગભૂમિનું સંગીત
આ સમયમાં વિકાસ પામેલી ગુજરાતી રંગભૂમિનુ એક અત્યંત લોકપ્રિય પાસું તે એનું સંગીત હતું. નાટકની શરૂઆત સૂત્રધાર અને બાળાઓના પ્રાર્થનાગીતથી કરવામાં આવતી, જે મોટે ભાગે કલ્યાણ રાગમાં ગવાતું. નાટક મંડળીઓ પાસે પિતાના આગવા સંગીત માસ્તરો હતા, જેઓ કવિઓએ રચેલાં ગીતની તરજે સંગીતમાં નિબદ્ધ કરતા હતા. નાટક મંડળીમાં દાખલ થનાર નટને વહેલી સવારથી સ્વરા ભણાવવામાં આવતા હતા અને તાલબદ્ધ અને લયબદ્ધ પદ્ધતિથી કેવી રીતે ગાવું એની વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી હતી. નાટકના કથાવસ્તુને અનુરૂપ અને ક્યારેક ગાનાર નટને ધ્યાનમાં રાખીને ગીતની રચના કરવામાં આવતી હતી. નાટક પૌરાણિક હોય કે એતિહાસિક ધાર્મિક હોય કે સામાજિક, પરંતુ એમાં પ્રસંગને અનુરૂપ સંગીત આવશ્યક ગણાતું. આ વાત.. સમજાવતાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કહે છે કે “રંગભૂમિ સાથે સંગીત, દેહની. સાથે આત્માની માફક, સંલગ્ન છે. સંગીત વગર રંગભૂમિ જરૂર નીરસ અને. શુષ્ક લાગે. સંગીત પ્રગેની અનેક ઊણપ પૂરી પાડે છે.૨૦ સેંધપાત્ર બાબત એ છે કે ગુજરાતી રંગભૂમિનાં નાટકના સંવાદ કરતાં પણ ગીતા વધારે લેકાદર, પામતાં હતાં. નાટક કમ્પનીને સન્ગીતાચાર્યો શાસ્ત્રીય અને લેકઢાળોને ઉપયોગ કરીને ગીતરચનાને જીવંત બનાવતા હતા. આવા સંગીતાચાર્યોમાં પંડિત વાડીલાલ શિવરામ નાયકનું નામ ગૌરવ સાથે ઉલ્લેખપાત્ર ગણાય. એમણે વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે તાલીમ લીધી હતી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીનાં અનેક ગીતને એમણે સંગીતનિબદ્ધ કર્યા હતાં. એમની સંગીત, શીખવવાની પદ્ધતિ અને ગીતોને સંગીતમાં નિબદ્ધ કરવાની પદ્ધતિ વિશે સ્વ. રસિકલાલ છો. પરીખે સુંદર ચરિત્રચિત્રણ કર્યું છે. ૨૧ આ સિવાયના નામાંકિત સંગીતદિગ્દર્શકોમાં વાડીલાલ ઉસ્તાદ, હરિભાઈ જામનગરવાળા, હીરાલાલ ઉસ્તાદ, મૂળચંદ વલ્લભ(મામા), અમૃત કેશવ નાયક, રામલાલ નાયક, માસ્ટર લલ્લુભાઈ નાયક, માસ્ટર છેલાજી, માસ્ટર મેહન લાલા, હમીરજી ઉસ્તાદ, માસ્ટર નારણદાસ ઉસ્તાદ વગેરેનાં નામ ગણાવી શકાય. સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી, પ્રભુલાલ દ્વિવેદી,