________________
શિવ નૃત્યનાથ અને સંગીત સંગીત અને રાજ્યાશ્રય
ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નાનાં મોટાં દેશી રાજય હતાં તેઓમાં ગાયકો અને વાદકેને રાજયાશ્રય આપવામાં આવતા હતા. આ રાજ્યમાં વડોદરા અને ભાવનગરને ફાળા સંગીતકલાના ક્ષેત્રમાં ઘણો મોટો હતે. મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ખંડેસર મહારાજના સમયમાં અને ભાવનગરમાં ભાવસિંહજીના સમયમાં મેટી સંખ્યામાં નટ–નક ગાય અને વાદકે આવતા અને રાજ્ય -તરફથી એમનું સંમાન કરવામાં આવતું હતું. ઈ. સ. ૧૮૮૬માં સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સરકારી ગાયનશાળાની સ્થાપના કરી અને પ્રજા માટે સંગીતશિક્ષણની વ્યવસ્થા કરી. સમય જતાં આ ગાયનશાળામાંથી આજની “મ્યુઝિક ડાન્સ અને ડ્રામા સ્કૂલને વિકાસ થયો છે. આ ગાયન–શાળાનું સંચાલન ખાનસાહેબ મૌલાબ નામના બીનકારને સેંપવામાં આવ્યું હતું. સંગીતશિક્ષણ માટે એમણે સૌ પ્રથમ વાર સ્વરલેખન–પદ્ધતિ શરૂ કરી. નેંધપાત્ર બાબત એ છે કે એમણે ગુજરાતના સંત અને કવિઓનાં ભજન-પદોને સ્વરલિપિમાં નિબદ્ધ કર્યા અને સંગીતશિક્ષણને કપ્રિય બનાવ્યું. એમણે ઈ. સ. ૧૮૮૮માં “સંગીતાનુભવ”, ૧૮૯૧ માં “બાલસંગીતમાલા”, ૧૮૯૨ માં “ઈદેમંજરી”, ૧૮૯૩–૯૪ માં નરસિંહ મહેતાનું મામેરું તથા ભાગવત ગરબાવલી અને ગાયનશાળામાં ચાલતી ચીજોનાં એકથી છ ભાગોમાં કૃમિક પુસ્તક પ્રગટ કર્યા. આ પુસ્તકોને એ સમયે બહોળો પ્રચાર હતો અને એમાંનાં કેટલાંક ગુજરાતી અને મરાઠી બંને ભાષાઓમાં હતાં,
આ સમયગાળામાં લખાયેલ “સંગીત કલાધર” નામનો ગ્રંથ અત્યાર સુધી પ્રગટ થયેલા સંગીતના શાસ્ત્રીય ગ્રંથમાં આગવી ભાત પાડે છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજીના દરબારમાં રાજ્ય ગાયક તરીકે સેવા આપનાર સંગીતકાર પંડિત ડાહ્યાલાલ શિવરામે એની રચના કરી છે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથ પ્રાચીન શિલીને અનુસરી નવીન શિલી પસંદ કરતા ગ્રાહકોને અનુકૂળ પડે તેવી યોજનાથી લખાય છે. આરંભમાં ઇંગ્લિશ મ્યુઝિક તથા આર્યસંગીતરીતિથી અવાજની ઉત્પત્તિ, અવાજની ખૂબી, અવાજની ગતિ તથા તીવ્રતા , કમળતા વગેરે સવિસ્તર વર્ણવેલ છે. એ પછી સંગીતરીતિ પ્રમાણે અવાજની ગોઠવણ તથા શરીરના જે ભાગોમાંથી અવાજ ઉત્પન્ન થાય છે તેનું સમજાય તેવી રીતે વર્ણન કર્યું છે. એ પછી ઇંગ્લિશ નટેશન સંબંધી વર્ણન વિસ્તારથી લખેલ છે તે મુજબ આર્યસંગીતશાસ્ત્રની પરિભાષા યથાસ્થત જણાવી છે અને -સંગીતાચાર્યોને ઈતિહાસ જણાવેલ છે.૧૭ ભાવનગર રાજ્યમાં ડાહ્યાલાલ શિવરામ