________________
પર
બ્રિટિશ કાલે હતી, તે કઈમાં મેટી ખેટ પણ વેઠવી પડતી હતી ! રંગભૂમિમાં જે કંઈ વિકૃતિઓ પ્રવેશી તે ઈ. સ. ૧૯૧૪ પછીના ગાળાની છે. આ મંડળીઓના દિગ્દર્શકે અને ન પણ પિતાના વ્યવસાયને વફાદાર રહીને, ગીત સંગીત અને અભિનયના ક્ષેત્રમાં નૈપુણ્ય દાખવીને રંગભૂમિને સંસ્કારમંદિર બનાવવા પ્રયત્ન કરતા હતા. ગુજરાતી હિંદી અને ઉર્દૂ ભાષામાં આ નાટક કમ્પનીઓ જે વસ્તુ ભજવતી હતી તે જોતાં કહી શકાય કે ગુજરાતની રંગભૂમિ પ્રાંતીય કે પ્રાદેશિક ન રહેતાં એણે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું હતું. મહારાષ્ટ્ર કે બંગાળની રંગભૂમિ કરતાં એ કોઈ પણ રીતે ઊતરતી કક્ષાની ન હતી. સંગીતકલા
મરાઠાકાત દરમ્યાન ગુજરાતમાં પ્રવર્તમાન વૈષ્ણવ શાક્ત અને જૈન ધર્મ ભક્તિસંગીતને સમૃદ્ધ કરવામાં જે ફાળે આડે હવે તેની પરંપરા બ્રિટિશ કાલમાં પણ જળવાઈ રહી હતી. આ સમયગાળામાં ગુજરાતની વૈષ્ણવ હવેલીએમાં પરંપરાગત ભક્તિસંગીત ગવાતું હતું. જેનમદિરોમાં ભોજકે “ભાવના” અને રાસાઓનું ગાન કરતા હતા. આ સમયમાં સહભનંદ સ્વામીએ સ્વામિનારાયણ– સંપ્રદાયની સ્થાપના કરી અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં મંદિર બંધાવ્યાં તેઓમાં પણ ભક્તિસંગીત વૈષ્ણવ પરંપરા પ્રમાણે ગવાતું હતું. સ્વામિનારાયણ–સંપ્રદાયમાં જે સાધુસંતો થયા તે પૈકીના કેટલાક ઉત્તમ સંગીતકાર અને વાદક હતા. આ સંતમાં શ્રી દેવાનંદ સ્વામીને ઉલ્લેખ કરવો ઘટે. એમને જન્મ ઈ.સ. ૧૮૫૮ માં ધોળકા નજીક બળોલ ગામમાં ગઢવી જીજીભાઈને ત્યાં થયેલું. સહજાનંદ
સ્વામીની જ્યારે એમના ગામમાં પધરામણી થઈ ત્યારે તેઓ એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા અને શ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું અસલ નામ દેવીદાન” હતું, પરંતુ દીક્ષા લીધા પછી “દેવાનંદ સ્વામી બન્યા. એમ કહેવાય છે કે તેઓ એક સમર્થ ગયા હતા. ઉત્તર હિંદુસ્તાની સંગીતના રાગરાગિણીઓને મૂર્તિમંત કરવાનું એમનામાં અપૂર્વ સામર્થ્ય હતું. શ્રીજી મહારાજની સાથે રહીને ગામેગામ ફરીને તેઓ શાસ્ત્રીય રાગોમાં કીર્તન કરતા હતા, એમનાં રચેલાં કીર્તન ગુજરાત-સૌરાષ્ટ્રના ભરથરીઓ આજે પણ રાવણહથ્થા સાથે ગાય છે. દેવાનંદ સ્વામી અચ્છા સિતારવાદક પણ હતા. એમનું તાલ અને માત્રાનું જ્ઞાન પણ સારું હતું. પદની બંદિશ તેઓ જાતે બાંધતા હતા, જેમાં મલ્હાર ખમાજ કાફી દેશ સેરઠ ધનાશ્રી કલ્યાણ વગેરે રોગો મુખ્ય હતા. ગુજરાતનાં નાનાં મોટાં નગરમાં કથાકારો માણભટ્ટો ભજનિકે ભરથરીઓ ટહેલિયા પોતપોતાની રીતે લેકમાં સંગીત દ્વારા ધર્મ અને નીતિને ઉપદેશ આપતા હતા.