________________
૫
:
ચિવ નૃત્ય નાટય અને સંગીત શિહેરનાં ભિત્તિચિત્રો
ભાવનગરની સ્થાપના થઈ તે અગાઉ શિહોર ગોહિલવાડની રાજધાની હતું, શિહોરના રાજમહેલની ભીંતમાં અમરેલી પાસેના ચિતળ ગામે ખેલાયેલા યુદ્ધનાં દશ્ય છે. આ ચિત્રોમાં યુદ્ધ માટે તૈયાર થતા દ્ધાઓનાં હૂબહૂ આલેખન છે.
દ્ધાઓના હાથમાં ભાલા બરછી તલવાર જમૈયા ઢાલ વગેરે જોવા મળે છે. આ ચિત્રોમાં ક્યાંય તીર-કામઠાં નથી એ હકીકત નેંધપાત્ર છે. યુદ્ધમાં બંદૂકઅને તેને ઉપયોગ કરવામાં આવતો હતો એમ આ ચિત્રો ઉપરથી સ્પષ્ટ થાય. છે. તોપના ગોલંદાજે ફિરંગીઓ હતા. સેનાના મોખરે નાગર વાણિયા બ્રાહ્મણ રાજપૂત વગેરે કામના શૂરવીર દ્ધા ચાલતા હતા. આ બધાં ચિત્રમાં સૌરાષ્ટ્રી પહેરવેશ ધ્યાન ખેંચે તેવો છે, વિશેષ કરીને માથાની પાઘડીઓને લંબગોળ ઘાટ, આ ચિત્રો પૈકીનું એક ચિત્ર યુદ્ધ માટે સવાર થયેલા આતાભાઈ ગોહિલનું છે. એમના એક હાથમાં ભાલે છે અને બીજા હાથમાં ઘોડાની લગામ પકડેલી છે. એમની કમરે તલવાર લટકે છે. એક સૈનિક એમને ચામર ઢાળે છે, તે બીજે રાજદંડ લઈને મોખરે ચાલે છે. બીજી બે વ્યક્તિ યુદ્ધના વાતાવરણને ઉત્તેજિત કરવા માટે શરણાઈ-વાદન કરતી બતાવાઈ છે, આતાભાઈ ગોહિલની પાછળ પણ શસ્ત્રધારી ઘોડેસવારે છે. આ ચિત્રમાં ઘડાનું આલેખન જીવંત અને ગતિમાન છે. ઘડાઓની કેશવાળી અને તરવરાટવાળી તેજીલી આંખોનું આલેખન કલાત્મક છે. એમની પીઠ ઉપર મૂકવામાં આવેલાં છનની ભાત પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આતાભાઈ ગોહિલની લાંબી મૂછે અને દાઢી પરના થોભા એમના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં ઉમેરો કરે છે. આ ચિત્ર ઉપરથી ભાવનગરના મહારાજાએ નાને ગંજીફે ઇંગ્લેન્ડમાં છપાવ્યો હતો.'
રાજમહેલ ઉપરાંત અહીંના રામજી મંદિરની ભીંત ઉપર પણ ચિત્રો છે.. આ ચિત્રો સો વર્ષ ઉપર આલેખવામાં આવ્યાં હોઈ તેઓના ઉપર મરાઠી. પ્રભાવ જોવા મળે છે. સ્ત્રીપાત્રોના આલેખનમાં સૌરાષ્ટ્ર પહેરવેશ જોવા મળે છે. સ્ત્રીઓ ચોળી ચણિયે અને સૌરાષ્ટ્રી ઓઢણું ધારણ કરેલી દેખાય છે. એમના હાથપગના અલંકારોમાં પણ સૌરાષ્ટ્રની પરંપરા જોવા મળે છે. ચિત્રોને વિષય નાગદમન દાણલીલા રામ—રાવણ–યુદ્ધ ગજેન્દ્રમોક્ષ, નિશાળે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જતા પ્રહલાદ વગેરે છે. આ ચિત્રોની વિગતવાર માહિતી શ્રી ડીદાસ, પરમારેપ “શિહોરના રામજી મંદિરનાં ભીંતચિત્રો” વિશેના લેખમાં આપેલી છે.
આ સમયગાળામાં હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલ વાસણ ગામના મહાદેવના મંદિરની છતમાં અને ભી તે ઉપર પૌરાણિક ચિત્રોનું આલેખન થયેલું જોવા મળે છે, પરંતુ ચિત્રો સાવ ભૂંસાઈ ગયાં હોવાથી વિગતો આપી શકાતી નથી,