________________
૫૩૮
બ્રિટિશ કા
કૂલપત્તીની ભાત નેધપાત્ર છે. આ આખુયે ચિત્ર ભાવવાહી અને ગતિમાન છે. સેંધપાત્ર હકીક્ત એ છે કે આલેખાયેલાં પાત્રોની આંખ એકચક્ષ્મી છે, જેમાં પશ્ચિમ ભારતની લઘુચિત્રશૈલીની પરંપરા જળવાયેલી દેખાય છે (આ. પ૭). ભિત્તિચિત્ર
ભીતે પર ચિત્રો આલેખવાની પરંપરા આ સમયમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ રહી હતી. રાજમહેલે હવેલીઓ દેવાલયો ધર્મશાળાઓ અને સુખી તેમજ સામાન્ય નાગરિકોનાં નિવાસસ્થાનની ભી તેમાં ચિત્ર આલેખવામાં આવતાં હતાં. ચિના વિષયમાં પણ વિવિધ્ય જોવા મળે છે. રામાયણ મહાભારત ભાગવતપુરાણ શિવપુરાણ અને ઢોલા-માની લૌકિક વાર્તામાંના પ્રસંગે તેમજ રાજસવારીનાં દશ્યો, દેવદેવીઓ અને રાજવીઓનાં વ્યક્તિગત ચિત્રોનું આલેખન આ ભિત્તિચિત્રોમાં જોવા મળે છે. આ સમયમાં ભિત્તિચિત્રો ભાવનગર પાસે શિહેરના રાજમહેલમાં અને રામજી મંદિરમાં, જામનગરના લાખોટા કોઠામાં (ભૂચરમોરીના યુદ્ધનાં દશ્ય), ભૂજના આયનામહેલમાં, કચ્છના તેરા ગામમાં, વડોદરાના તાંબેકરવાડામાં અને પાટણ ખેરાળુ વડનગર વિસનગર અમદાવાદ વગેરે નગરોમાં તેમજ કચ્છ સૌરાષ્ટ્રના કૂબાઓમાં જોવા મળે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘેર ઘેર ચિત્રકલાના નમૂના એક યા બીજા સ્વરૂપમાં જોવા મળે છે. ઘર અને જીવન શુષ્ક ન બને એ માટે એને રંગીન બનાવવા ગ્રામજનોએ સુશોભન શણગાર ચિત્રકલા ભરતગુંથણ અને લીંપણનું શરણું લીધું.. છે. કેટલીય કોમોએ પિતાના કૂબામાં ગાર-માટીથી બનાવેલા એરડામાં કાઠલો મજુસ કાંધી પાણિયારાં વગેરે ઉપર લીંપણ દ્વારા કે ચિતરામણોમાં વેલબુટ્ટીઓ પશુપક્ષીઓ દેવદેવીઓ અને પ્રકૃતિનાં દશ્યોનું આલેખન કરી જીવનને રમણીય. બનાવવા પ્રયત્ન કર્યા છે,
લીંપણનાં ચિત્ર એ આ બંને પ્રદેશની વિશેષતા છે. આ માટે ખાસ ગારબનાવવામાં આવે છે. છાણ લાદ અને માટીનું મિશ્રણ કરી ભીંત ઉપર થાપા દેવામાં આવે છે. મોર પોપટ ગણપતિ કૃષ્ણ લક્ષ્મી વૃક્ષો હાથી ઘોડા અને બીજી અનેક આકૃતિઓ દોરવામાં આવે છે. દિવાળી તેમ લગ્ન કે અન્ય શુભ પ્રસંગે ભ તે પર વિશેષ કરવામાં આવે છે.
આ બધાં ભિત્તિચિત્રોને વિગતવાર પરિચય કરાવો શક્ય ન હોઈ કેટલાંક નેંધપાત્ર ચિત્રો વિશે વિગતે જોઈએ.