________________
૫૩૬
બ્રિટિશ કાહ કાંસીજોડાની રંગત સાથે કરવામાં આવતું આ મહિયારી-નૃત્ય ખૂબ આકર્ષક હોય છે. રાજસ્થાનમાં પણ આવો નૃત્યપ્રકાર પ્રચારમાં છે. આખ્યાને અને ચિત્રકલા
આ સમયમાં ગુજરાતી ભાષામાં લખાયેલાં આખ્યાની પોથીઓમાં પણ ચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. વિશેષ કરીને મધ્યકાલના કવિ પ્રેમાનંદનાં આખ્યાનની હસ્તપ્રતોમાં ચિત્રો જોવા મળે છે. કુંવરબાઈનું મામેરાની ૧૦ મા સિકામાં ચિત્રિત હસ્તપ્રત અમદાવાદના લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ હસ્તપ્રતમાં જે ચિત્ર છે તેઓમાંથી એ સમયનાં વેશભૂષા અલંકાર વાહનવ્યવહાર રીતરિવાજ ઇત્યાદિને ખ્યાલ આવે છે. એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે. પાત્રોની વેષભૂષા સૌરાષ્ટ્રી છે. વહેલ લાકડાની બનાવેલી છે. એનાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વેલનાં પૈડાં ગતિમાન દર્શાવાયાં છે. બળદનાં અણીદાર શીંગડાં, એની પીઠ ઉપર ઓઢાડવામાં આવેલ ચાકડે, એના ગળા પર પહેરાવવામાં આવેલ ઘૂઘરમાળ વગેરે ચિત્રની શોભામાં વધારો કરે છે. વહેલ હાંકનાર પુરુષપાત્રની પાઘડી, એનું અંગરખું અને એના ખભાને ખેસ નેંધપાત્ર છે,
પ્રેમાનંદના દશમસ્કંધની આવી એક બીજી ચિત્રિત હસ્તપ્રત ગુજરાત રાજ્યના દફતર વિભાગમાં છે. આ હસ્તપ્રત શોધવાનું માન એના અધિકારી શ્રી ચંદ્રકાંત પંડ્યાને મળે છે. આ હસ્તપ્રત વડોદરા પાસેના માંડવીમાં લખવામાં આવી હતી, એનાં ચિત્રોને સમય ૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધને લાગે છે. આ હસ્તપ્રતમાં કુલ ૩૬પ ચિત્ર છે. પ્રેમાનંદે લખેલાં કડવાઓના પ્રસંગને અનુરૂપ આ પોથીમાં ચિત્રોનું આલેખન કરવામાં આવેલું છે. પાત્રોની આંખ વિસ્ફારિત–એચશ્મ છે. ચિત્રમાં બકાસુરવધ પૂતનાવધ અઘાસુરવધ કૃષ્ણની બાળલીલાં નાગદમન વગેરે મુખ્ય છે. પાત્રોની આકૃતિ ઘાટીલી અને સપ્રમાણ છે. પાત્રોની વેશભૂષા પરંપરાગત ગુજરાતી છે. એક ચિત્રમાં બાળકને સૂવાનું પારણાનું આલેખન સંપૂર્ણ ગુજરાતી જણાય છે. વડોદરા નજીક સંખેડાની કાષ્ઠકલાની અસર અહીં સ્પષ્ટ જણાય છે. પારણની આકૃતિમાં સંખેડાની કાષ્ઠકલા દેખાય છે. ચિત્રોની આસપાસ હાંસિયાની વેલબુટ્ટાની ભાત કલાત્મક લાગે છે. ચિત્રને ઉઠાવ આપવામાં હાંસિયાની આ ભાત અગત્યનો ભાગ ભજવે છે. બેંધપાત્ર બાબત એ છે કે પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યા છે તેને જ ચિત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કરેલ છે.