________________
ચિત્ર નૃત્ય નાટય અને સંગીત નામનો હિંદુપટ છે. આ પટમાં રાજા ગોપીચંદના જીવનને લગતાં ચિત્ર છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮ મા સૈકાને મનાય છે. ચિત્રોની શિલી મારુ-ગુર્જર શૈલી લાગે છે. ચિત્રમાનું સ્થાપત્ય રાજસ્થાની છે. પાત્રોની વેશભૂષા પણ રાજસ્થાની છે. ગુજરાત-રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણું કપ્રિય બની છે. રાવણહથ્થા સાથે ભરથરીઓ ગામેગામ આ કથાનું ગાન કરતા જોવા મળે છે.
આ સંસ્થામાં એક બીજે હિંદુપટ છે, જેમાં કઈ હિંદુ ધર્મગુરુના ભંડારાના પ્રસંગનું એટલે કે ગાદીવારસા વખતના પ્રસંગેનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરવામાં આવ્યું છે. આ પટનાં ચિત્ર સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં આલેખાયાં હોવાની અટકળ કરવામાં આવે છે. પટમાં જે લખાણ છે તે પરથી એને સમય વિ.સં ૧૮૮૪(ઈ.સ.૧૮૨૭) નક્કી કરી શકાય છે. કપડાના આ લાંબા પટમાં જુદા જુદા ખંડ પાડીને પ્રસંગની ઉજવણનાં દનું આલેખન કરવામાં આવ્યું છે. આ પટના એક દશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી તીર છેડતી બતાવાઈ છે. એના માથાના અને હાથપગના અલંકાર ધ્યાન ખેંચે તેવા છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે (આ. પ૫). આ પટના એક બીજા ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા ઉપર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘરાની પટ્ટી લઈને બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે, ચોથું પુરુષપાત્ર બે હાથમાં મંજીરાં વગાડે છે. પાંચમું સ્ત્રીપાત્ર મૃદંગ વગાડે છે અને છેલ્લું પુરુષપાત્ર સારંગી જેવું વાદ્ય વગાડે છે (આ, પ૬). આ સમગ્ર ચિત્ર ઉપરથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં લોકપ્રિય એવા બેડાનૃત્યને ખ્યાલ આવે છે. પાત્રોની વેશભૂષા સૌરાષ્ટ્રી છે. નૃત્ય કરતી સ્ત્રીને ઘેરદાર ઘાઘરો નૃત્યના લયને કારણે ફૂલેલે બતાવાય છે. બીજાં પાત્ર પણ મુખ્ય પાત્ર સાથે સંગીતના સૂર અને તાલ મિલાવતાં દેખાય છે. અત્રે નોંધવું જોઈએ કે ગુજરાતના લોકનાટ્ય-ભવાઈવેશમાં મહિયારીને વેશ ભજવવામાં આવે છે તેની સાથે આ ચિત્રનું કંઈક સામ્ય જણાય છે. મહિયારીના વેશમાં મહિયારી નૃત્ય કરતાં પિતાના માથા ઉપર એક પછી એક પાંચ કે સાત ગાગર મુકાવે છે. છેલ્લી ગાગર ઉપર માતાજીની ત મૂકવામાં આવે છે. નૃત્યકાર નૃત્યનાં પગલાં એવી રીતે ભરે છે કે માથા ઉપર મૂકેલું બેડું ગતિમાં ગોળગોળ ફરે અને સૌથી ઉપર મૂકેલી ત પણ ફર્યા કરે! માથા ઉપર બેડા સાથે આ કલાકાર લાલ પાઘડીમાંથી નૃત્ય કરતાં કમળના ફૂલની ગૂંથણી પણ કરતે હેય છે. ભૂંગળ તબલાં અને