________________
ચિત્ર નૃત્ય નાટય અને સંગીત
ભીતિમાં આલેખાયેલી જોવા મળે છે. ગુજરાતના જેનભંડારો અને વ્યક્તિઓના અંગત સંગ્રહમાં જે થિીઓ સચવાયેલી છે તેમાં ચિત્રો જોવા મળે છે. આ બધી ચિત્રિત પોથીઓ તે ઘણી છે, પરંતુ આ સમયની ચિત્રકલા અંગે જે કંઈ લેખો અને પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે તેમાંથી તેમજ અમદાવાદના ભંડારની મુલાકાત લઈને શક્ય તેટલી માહિતી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે.
આ સમયની હસ્તપ્રત હેમચંદ્ર જ્ઞાનમંદિર-પાટણ, શાંતિનાથ જૈનમંદિરખંભાત, ડહેલાને જૈન ઉપાશ્રય–અમદાવાદ, દેવશાના પાડાને ઉપાશ્રય–અમદાવાદ, આત્માનંદ સભા–ભાવનગર, શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ ઇત્યાદિ સ્થળોએ સંગૃહીત કરવામાં આવી છે. આ હસ્તપ્રતમાં કલ્પસૂત્ર, ધન્નાશાલિભદ્ર રાસ, શ્રીપાલરાસ, ચંદરાજાને રાસ, માનતુંગ માનવતી રાસ ઇત્યાદિ મુખ્ય છે. આ ઉપરાંત વિજ્ઞપ્તિપત્રો, ધાર્મિક પટો, જન્મપત્રિકાઓ, પોથીઓ સાચવવા માટેની લાકડાની પટ્ટીઓ, ઈત્યાદિમાં પણ ચિત્રો જોવા મળે છે. જૈનેતર રચનાઓમાં મધ્યકાલીન કવિઓનાં આખ્યાને, ખાસ કરીને મહાકવિ પ્રેમાનંદની કૃતિઓમાં ચિત્રોનું આલેખન જોવા મળે છે. આ સમયમાં ગામડાંઓમાં સ્વર્ગનરકના પટ્ટોનું દર્શન કરાવનાર ગરેડાઓના ચોપડામાંથી પણ ચિત્રોનું આલેખન પ્રાપ્ત થાય છે. આ સમયમાં ગુજરાતી રંગભૂમિને જન્મ થયો અને એની નાટકમંડળીઓમાં નાટકો માટે પડદા ચીતરવા માટે ચિત્રકારો રાખવામાં આવતા હતા. રંગભૂમિની ચિત્રકલાની પણ એક અને ખી વિશેષતા હતી. હસ્તપ્રતોની ચિત્રકલા
વિ. સં. ૧૮૭૮(ઈ. સ. ૧૮૨૧–૨૨)માં આજના ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત કરવામાં આવેલી શ્રીપાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પથીનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શિલીમાં આલેખાયેલાં છે. પેથાપુરના ગ્રામજનનાં મકાનની દીવાલ ઉપર જે ચિત્ર જોવા મળે છે તેવી જ શૈલીનાં ચિત્ર આ પોથીમાં આલેખાયેલાં જોવા મળે છે. પુરુષ-પાનાં પાઘડી, લાંબી બાંયનાં અગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રી-પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણું અને લાલ રંગનો ચણિયે ધારણ કરેલાં આલેખવામાં આવ્યાં છે. ચિત્રોમાં પશુપંખી અને વનશ્રીનું આલેખન આકર્ષક છે.
વિ. સં. ૧૮૮૫(ઈ. સ. ૧૮૨૮)માં સૌરાષ્ટ્રના પડધરી ગામે ચિત્રિત