________________
૫૦
બ્રિટિશ કાહ બ્રકસ નામને એક બાહોશ ચિત્રકાર આવેલો. એણે એ સમયના કાઠિયાવાડના રાજાઓ અને ઠાકરની તસવીરો આલેખેલી, જેમાં એમની વિશિષ્ટ વેશભૂષા અને સજાવટને તાદશ ખ્યાલ આવે છે. આ સમયમાં જૂનાગઢના નવાબ મહેબતખાનજી ર ાના અમલ દરમ્યાન જર્મન ચિત્રકાર વાન રથ જૂનાગઢમાં આવેલ અને એમની આકૃતિ બનાવેલી, જૂનાગઢના લેકજીવનનાં પણ કેટલાંક ચિત્ર એણે તૈયાર કર્યા હતાં. આ સમયમાં પશ્ચિમની સંસ્કૃતિને પ્રભાવ એટલે બધો હતો કે રાજવીઓ અને સુખી નાગરિકોના ઘરમાં વિદેશી ચિત્ર રાખવામાં આવતાં હતાંબીજી બાજુ ગામડાંઓમાં ઘરની શોભા માટે દીવાલમાં ગેરુથી ચિત્ર આલેખવાની પ્રથા જળવાઈ રહી હતી. આ ચિત્રમાં રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા-પ્રસંગો અને પાત્ર લઈને આલેખન કરવામાં આવેલું છે. આ સમયમાં હસ્તલિખિત જૈન અને જૈનેતર પોથીઓમાં ચિત્રો આલેખવાની પશ્ચિમ ભારતની પરંપરા જળવાઈ રહી હતી. વિજ્ઞપ્તિપત્રો, રાસ—આખ્યાની હસ્તપ્રતો, જન્મપત્રિકાઓ, પેથીના રક્ષણ માટેની લાકડાની પટ્ટીઓ, વૈષ્ણવ સંપ્રદાયની પિછવાઈઓ, જૈન અને જૈનેતર જ્ઞાન–ચપટો ઇત્યાદિમાં ચિત્રનું આલેખન જોવા મળે છે.
આ સમયની ધપાત્ર બાબત એ છે કે બ્રિટિશ સરકારે નવી કેળવણીમાં કલાશિક્ષણને મહત્વ આપ્યું અને મુંબઈમાં સર જમશેદજી જીજીભાઈએ મોટું દાન આપીને પોતાનું નામ જોડી સર જે, જે, સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના ઈ. સ. ૧૮૫૮માં કરી. આ શાળામાં જે વિદ્યાર્થીઓ તૈયાર થયા તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિત્રકલાના શિક્ષણ દ્વારા કલાની પ્રતિષ્ઠા વધારી. શરૂઆતમાં આ ચિત્રશાળાનું સંચાલન અંગ્રેજ નિષ્ણાતોના હાથે થયું હોવાથી એમાં પશ્ચિમની કલાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. પરિણામે આ ચિત્રશાળામાં તૈયાર થતા વિદ્યાર્થીઓ પશ્ચિમના કલાવારસાથી પ્રભાવિત થતા હતા અને ભારતના કલાવારસા વિશે તેઓને બહુ ઓછી જાણકારી હતી! આ શાળામાં આચાર્ય તરીકે ગ્લૅડસ્ટન સલેમન આવતાં એણે ભારતીય કલા પરંપરાને પુનઃજીવિત કરવા પ્રયત્ન કર્યો, કારણ કે તેઓ ભારતીય કલાના અનન્ય ચાહક હતા. ઈ. સ. ૧૮૯૦ માં વડોદરામાં કલાભવનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થામાં પણ કલાશિક્ષણ પશ્ચિમની ઢબે આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને રોમન ગ્રીક અને ઇટાલીની કલાને અભ્યાસ કરાવવામાં આવતો.
ચિત્રકલા જૈન-જૈનેતર હસ્તપ્રતમાં, વિજ્ઞપ્તિપત્રોમાં, જન્મપત્રિકાઓમાં, ધાર્મિક પટોમાં, રાજમહેલે અને હવેલીઓ તેમજ ધર્મશાળાઓની