________________
- શિલ્પકૃતિઓ
૫૨. આ સમયગાળા દરમ્યાન ધાતુશિલ્પના ક્ષેત્રો ગુજરાતનું કઈ વિશિષ્ટ પ્રદાન જોવા મળતું નથી. પરંપરાગત પ્રકારનાં દીપ-શિ૯૫ તથા જૈન ધાતુ-પ્રતિમાઓ, પશુ-પંખીઓનાં શિલ્પોથી અલંકૃત હીંચકાની સાંકળ વગેરે રાચરચીલાંનાં બનાવટ અને ઉત્પાદન પણ ઓછાં થઈ જતાં જણાય છે. અલબત્ત ધાતુપાત્ર કે વાસણ "ઉદ્યોગ આ સમયમાં વધુ ખીલેલે જણાય છે. ગૃહ-ઉપયોગી અને સુશોભન માટેનાં અનેક પ્રકારના ઘાટવાળાં નાનાં-મોટાં વાસણ આ સમયમાં ગુજરાતમાં
અનેક સ્થળે બનતાં હતાં, જેમાં સૌરાષ્ટ્રમાં શિહેર અને વઢવાણ તથા ગુજરાતમાં - ડભોઈ નડિયાદ વિસનગર વગેરે મુખ્ય સ્થળે હતાં.
આ સમયમાં ગુજરાતની કલા પર વિદેશી કલાની પડેલી ઊંડી અસર અંગે વિસ્તૃત અભ્યાસ અને સંશોધન હાથ ધરી શકાય તેટલી વિપુલ સામગ્રી હજી ઉપલબ્ધ છે. અલબત્ત છેલ્લાં પચાસ સાઠ વર્ષોમાં આધુનિક્તાના પૂરમાં અનેક મંદિરો હવેલીએ મહેલ મકાનની કાષ્ઠકલા અને વિકટેરિયન શૈલીના
સ્થાપત્યને ઘણું સહન કરવું પડયું છે. કુદરતી અને માનવનિર્મિત પરિબળાના - હાથે વિનાશની ગર્તામાં આ સમયનાં ઉત્તમ સ્થાપત્ય અને શિલ્પ હેમાઈ રહ્યાં છે. જૂની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓના વેપારીઓ દાણચેરી અને ગેરકાયદે વેપાર દ્વારા ગુજરાતના આ કલાવારસાને તેડી ફેડી કલાના ઉત્તમ નમૂનાઓને -અન્ય પ્રદેશમાં અને વિદેશમાં ઢસડી રહ્યા છે.
لم
પાદટીપ ૧. જુઓ, ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૬: “મુઘલકાલ', પૃ. ૪૬૨
–૪૮૨; ગ્રંથ ૭ “મરાઠાકાલ', પૃ. ૩૫૮–૩૭૬. ૨. જોરાવરસિંહ જાદવ, “ગુજરાતની સંસ્કૃતિઓ, પૃ. ૪૧ 3. H. Goezt, 'The Post Mediaeval Sculpture of Gujarat', BBMPG.,
Vol V. pts. I & II, p. 31 ૪. રત્નમણિરાવ ભી. જોટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ), પૃ. ૬૫ડ-૬૭૨ પ. પ્રવીણચંદ્ર પરીખ અને કિરીટ જ. દવે, “સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્યકલા' (પ્રકરણ ૨-૩) ૬. સરવિનમ્, તુર્થ પ્રજળ, . ૨૪/૧૦-૧૧ ૭. શાસ્ત્રી ઘનશ્યામસ્વરૂપદાસ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણસ્થાપિત નવ મહા
મંદિર” “રવામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિ ગ્રંથ, પૃ, ૨૬૫-૨૭૦ ૮. મગ્નીરામ કાશીરામ દૂધરેજિયા, ‘ગુરુપીઠ પ્રકાશચંદ્રિકા: દુધરેજ', પૃ. ૧૨૮–૧૩૩ 2. H.W. Janson, History of Art, pt. I!I, The Renaissance, pp.
284-434