________________
-૫૬
બ્રિટિશ કાલ
વસે(જિ. ખેડા) ના રામજી મંદિરમાં હનુમાનજીની સુંદર કાષ્ઠ-પ્રતિમા આવેલી છે. મસ્તક પર કમલપત્રની ભાતને મુકુટ, કાનમાં ગોળ કુંડળ, ગળામાં હાર, એક હાથમાં ટૂંકી ગદા, બીજા હાથમાં પગ નીચે દબાવેલી પતીની ચેટી વગેરે તેમ કમર બાંધેલી અને બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની વિક્ટોરિયન ઢબની પત્રાવલિ વગેરે ઉલ્લેખનીય છે (આ. ૫૧).
અમદાવાદના કાળપુર સ્વામિનારાયણના મંદિરના પ્રાંગણમાં ચાર માળની ઊંચી ઉત્તમ પ્રકારની કાષ્ઠકલાકારીગરીથી યુક્ત હવેલી આવેલી છે, જે કદાચ ઉંચાઈમાં અને વિશાળતામાં ગુજરાતની એકમાત્ર વિશિષ્ટ પ્રકારની હવેલી છે. હવેલીના સભામંડપના ઊંચા રેખાવિત સ્તંભ પર ગોઠવેલા વિશાળ મદલ માનવકદની અને નાની મોટી અનેક પ્રકારની આકૃતિઓથી સુશોભિત છે. એમાં દાંતની બત્રીસી દર્શાવતા હનુમાનજી, લાલ ચકરી દક્ષિણી પાઘ ધારણ કરેલા ગણેશ, સિંહવ્યાલ, ગજવ્યાલ, પત્રાવલિ, ફૂલવેલની અનેક ભાતે, વાનરસમૂહ, દ્ધા વગેરે મુખ્ય છે. સ્તંભેના ઉપરના ભાગ જુદી જુદી ચોરસ ભૌમિતિક ભાતેની બારીક કોતરણીથી કંડારેલા છે. દરેક સ્તંભના મદલ, ભરણુ લુંબિકા ફાલના અને નિબૃહની કોતરણીમાં વિવિધતા અને અલંકારપ્રચૂરતા છે. આ સ્તંભોની - હારમાળાનું એક ચિત્ર અહીં રજૂ કર્યું છે (આ. પર). આ મંદિરની બાઈઓની * હવેલી પણ ગુજરાતના પરંપરાગત હવેલી-સ્થાપત્યને સારો નમૂનો છે. - મૂળી(જિ. સુરેન્દ્રનગર)ના સ્વામિનારાયણમંદિરમાં પણ બાઈઓના આવાસ માટે
કાષ્ઠ–કલાકારીગરીથી ખચિત અને સમૃદ્ધ કલાત્મક હવેલી આવેલો છે. આ * ઉપરાંત ધોલેરા જેતલપુર વડતાલ વગેરે સ્થળોએ આવેલાં સ્વામિનારાયણનાં
મંદિરની હવેલીઓ, સભામંડપ, સાધુ-સંતના આવાસો વગેરે આ પ્રકારના વિવિધ - કાષ્ઠસ્થાપત્યનાં કલાત્મક અંગથી સુશોભિત છે.
આગળ જતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિલાયતી બાંધણીનાં મકાને, મહેલો, બાંધકામ વધતાં કલાત્મક મદલે અને શિરાવટીઓથી યુક્ત પરંપરાગત સ્તંભને ઉપયોગ ઓછો થવા લાગે અને એનું સ્થાન કેરિન્થિયન ડરિક ગેથિક એમ વિવિધ પ્રકારનાં વિકટારિયન શૈલીને સ્તંભનું ચલણ વધવા લાગ્યું,
ગુજરાતના આદિવાસીઓમાં પણ કાષ્ઠકલાનાં અનેક રમકડાં, દેવ-દેવીઓની મૂર્તિઓ વગેરે પ્રચલિત છે. અહીં દેવહાટ(છોટાઉદેપુર) વિસ્તારના આદિવાસીઓના લાકડામાંથી બનાવેલા બબલા દેવનું ચિત્ર (આ. ૫૩) પ્રસ્તુત કર્યું છે. બાબલા દેવના વાળની ઢબ, વસ્ત્ર-પરિધાન વગેરે જોતાં કઈ ઈજિશિયન દેવ - જેવા લાગે છે.