________________
* ૧૨૪
બ્રિટિશ કાલ અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વીસમી સદીના પ્રથમ દસકામાં બંધાવેલે શ્રી ચીનુભાઈ બેરોનેટને શાંતિકુંજ' નામને બંગલે વિકટારિયન યુગની શિલ્પ–સ્થાપત્ય કલાને અજોડ નમૂનો છે. બંગલાનું મુખદર્શન, અંદરના
રિક-કેરિન્થિયન શૈલીના વિવિધ ભાતના ઊંચા ગોળાકાર સ્તંભ, યુરોપીય ઢબની કમાને, વિદેશી ચહેરામહારાંવાળાં શિલ્પ એની ભવ્યતા અને સુંદરતામાં વધારો કરે છે (આ. ૪૬).
આ સિવાય ગુજરાતમાં દેશી રાજાઓના આ સમયમાં બંધાયેલા કેટલાક મહેલેનું સ્થાપત્ય અને એનાં શોભન-શિલ્પ પણ ભારત-યુરોપીય કલાનાં ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડે છે. એમાં વડોદરા રાજ્યને લક્ષમીવિલાસ મહેલ, ભૂજને વિજયવિલાસ મહેલ તેમજ ડચ-આકૃતિઓથી અલંકૃત માંડવી(કરછ)ને મહેલ, મોરબીને વાઘજી મહેલ, વાંકાનેરને રણજિતવિલાસ મહેલ તથા જામનગરને મહેલ વગેરે આ દષ્ટિએ ખાસ ઉલ્લેખનીય છે. એના ગેથિક-કેરિન્થિયન શૈલીના ઊભી રેખાવાળા ગોળ સ્તંભ, એના જુદા જુદા સ્થાપત્યકીય ભાગે પર ગોઠવેલા વિદેશી ચહેરા અને વેશભૂષાવાળાં નાનાં-મોટાં શિલ્પ, એના પ્રાંગણના કલાત્મક ફુવારા, મહેલના દીવાનખંડ શયનખંડ વગેરેમાં ભારતીય, ભારત-યુરોપીય અને યુરોપીય કલાના નમૂનારૂપ મને હર નરનારીઓનાં શિલ્પ આ મહેલની ભવ્યતા સમૃદ્ધિ - અને સુંદરતામાં વધારો કરે છે.
મુંદ્રા(કચ્છ)ને નવલખ મહેલ એની કાષ્ઠ-કલાકારીગરી માટે પ્રસિદ્ધ છે. એના એક કલાત્મક સ્તંભ અને શિરાવટીનું ચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે. મેભને ટેકવી રાખતા અને શિરાવટીના અલંકાર-પ્રચુર વિવિધ ભાગ-ભરણું કુંભી ફાલના નિબૃહ, મદલ વગેરેથી સુશોભિત સ્તંભનું સમગ્ર કંડારકામ કમનીય છે. સ્તંભની - શોભા બંને બાજુ નીકળતી ફાલનાઓથી વધતી જણાય છે. ફાલનાઓનું તળિયું તેમજ પડખાં પણ સમૃદ્ધ ફૂલ-વેલથી કંડારેલાં છે. મયૂરની ડોક જેવાં મદલ અને ડોક નીચે લટકાવેલી ઘંટાકાર તું ડિકાઓ એની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સ્તંભની શિરાવટીના વિવિધ ભાગો અને મદલની રચનામાં ગુજરાતને કાષ્ઠકલાકારીગરો પિતાના સમગ્ર કલાકૌશલને ઠાલવી દેતા એનું આ ઉત્તમ ઉદાહરણ છે (આ. ૪૭).
સ્વામિનારાયણમંદિર, ધોળકાના પ્રાંગણમાં આવેલી હવેલીની પડાળી અને સભામંડપના સ્તંભ પરનાં મદલ-શિ૯૫ વિવિધ પ્રકારની વ્યાલ આકૃતિઓ, ફલ–વેલની ભાતે, સુરસુંદરીઓ તથા માનવ-આકૃતિઓથી સુશોભિત છે. અહીં મરાઠી લેબાસમાં સજજ એવા દ્વારપાલના મદલ-શિપને રજૂ કર્યું છે. એનું - સપ્રમાણ દેહસૌષ્ઠવ વાસ્તવદર્શી આંખો તથા વેશભૂષાને અનુરૂપ મદલનું રંગકામ