________________
શિલ્પકૃતિઓ
પર (આ. ૪૦) અહીં રજૂ કર્યું છે. વાંકડિયા વાળની છટા, ફકની સુંદર ભાત, આંખે અને ચહેરાનું વાસ્તવદશી કંડારકામ વગેરે કઈ અંગ્રેજ કન્યાને ખ્યાલ આપે છે. ત્યાં જ આવેલા એક મકાનમાં છોમાં કોતરીને ઉપસાવેલા નાના બાળકનું સુંદર શિલ્પ પણ ચિત્તાકર્ષક છે. વાંકડિયા વાળની લટ ઉપર મોટી હેટ, વિદેશી ઢબે સીવેલ ફૂલ અને ઝાલરવાળું લાત્મક ફોક, નિર્દોષ ભાવમુદ્રામાં ઘડેલે ચહેરો વગેરે ખાસ ઉલ્લેખનીય છે (આ. ૪૧).
અમદાવાદના કાળુપુર વિસ્તારની ધનાસુથારની પળમાં આવેલા એક જૈન ઉપાશ્રયના મકાનનું પ્રવેશદ્વાર બે સુંદર વિદેશી વાદ્યધારિણીઓનાં શિલ્પથી સુશોભિત છે. મોટા કદના ચહેરામાં ઝીણી આંખે, ખભા સુધી પહોંચતા કલાત્મક રીતે ઓળેલા વાળ, જાંઘ સુધી કલાત્મક રીતે લપેટલું વસ્ત્ર, પગનાં મોજાં, પ્રમાણસર ઉપસાવેલી લાલિત્યપૂર્ણ દેહદૃષ્ટિ અને હાથમાં ધારણ કરેલું વિદેશી તંતુવાદ્ય વગેરે યુરોપીય ઢબનાં જણાય છે (આ. ૪૨).
અમદાવાદમાં માણેકચેકમાં નાની શાકમાર્કેટ સામે પશ્ચિમે આવેલું કેશવ ભવન આ પ્રકારની અનેક સ્ટેકે શિલ્પકૃતિઓથી અલંકૃત થયેલું છે. વિદેશી વસ્ત્રપરિધાનમાં ઊભેલી અને બેઠેલી સ્નાન કરતી સુંદરીઓ તથા સ્વાગતિકાઓનાં અનેક શિલ્પોથી, અલંકૃત ઝરૂખાનું પ્રવેશદ્વાર પણ કલાત્મક વિદેશી ભાતથી સુશોભિત છે. ચાર મજલાના આ મકાનની બહારની દીવાલે, ઝરૂખા, અગાસી વગેરે કલાત્મક રીતે. સ્ટકે શિપ અને કાષ્ઠશિથી મઢી દીધેલાં છે. ભારત-યુરોપીય સ્થાપત્ય અને શિલ્પકલાના એક નમૂના તરીકે આ મકાનનું ઘણું મહત્વ છે (આ. ૪૩).
અમદાવાદને કાળપુર વિસ્તારની હજીરાની પોળ સામે રસ્તા પર આવેલા ત્રણ મજલાના મકાનની અગાસીની પૈરાપિટ કલાત્મક અંગ્રેજી ભાતની કમાનથી.. સુશોભિત છે. કમાનની ટોચ પર મુરલી ધારણ કરી બેઠેલા શ્રીકૃષ્ણ, નીચે કમાનની બંને બાજુ બેઠેલી વાદ્ય વગાડતી ગોપીઓ તથા બીજા પણ અનેક શિલ્પ એમનાં ચહેરા, વસ્ત્રપરિધાનની રીત અને બેસવાની છટાને કારણે યુરોપીય ભૂમિ પર પેદા થયેલ કેઈ કાનગોપીઓને પરિચય કરાવી જાય છે (આ. ૪૪).
અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી સરકીવાડની પળમાં એક: આવા ભારત-યુરોપીય શિલ્પ-સ્થાપત્યથી સુશોભિત થયેલું મકાન છે. એનાં. કોરિન્થિયન ભાતવાળી શિરાવટીઓથી યુક્ત સ્તંભે અને કમાને, હાથમાં કૂલમાળા. ધારણ કરી સ્વાગત કરવા ઊડતા ગાંધર્વો તેમજ વિદેશી માતા અને બાળકનું, શિલ્પ ઉલ્લેખનીય છે (આ. ૪૫).