________________
શિલ્પકૃતિઓ સિંહ વૃષભ અને હાથીનાં શિલ્પ એની વાસ્તવિકતામાં ગ્રીકે-રોમન શિલ્પને ભાસ કરાવી જાય છે. હાથીએ સૂંઢમાં પકડેલા અને પગ નીચે દબાવેલા બે પુરુષ યોદ્ધાનાં માંસલ શરીરમાં એમના વાંકડિયા વાળ વગેરે કઈ મન દ્ધાની યાદ આપી જાય છે; એની સૂંઢમાં અને પગ નીચે દબાવેલા વાઘનું શિલ્પ પણ જીવંત અને આબેહૂબ લાગે છે (આ. ૩૩). મંદિરના ઉત્તર દિશા તરફના એક ઉશંગ પાસે ઘડી પર હાથ ટેકવીને પગ પર પગ ચડાવેલી પલાંઠીમાં દાઢી અને જટાધારી નાગાબાવાનું શિ૯૫ ગોઠવેલું છે તેની માંસલ દેહયષ્ટિ પણ રોમન આકૃતિ જેવી જણાય છે. ખાસ ઉલ્લેખનીય છે કે મંદિરની મુખ્ય પ્રવેશચેકીના સ્તંભોના ભાગરૂપે ગોઠવેલા બે નાગાબાવાઓનાં દ્વારપાલ-શિ૯૫. લાંબી, ઊભી રેખામાં ઓળેલી કાળી–સફેદ દાઢી, મોટા ડોળાવાળી વાસ્તવદર્શી આંખે, ઢીંચણથી નીચે સુધી લટકતી જટાની બે લટ, એક હાથમાં કોતરણીવાળી છડી અને બીજા હાથમાં ચામર વગેરે એની વિકરાળતામાં વધારે કરે છે, પરંતુ દ્વારપાલ બાવાઓનાં આ શિલ્પ(આ.-૩૪)માં વધુ ધ્યાન ખેંચે તેવી બાબત છે તે પાછળ માથાથી પગના પંજા સુધી લટકતે, ગૂંથેલ અને લટાને બનેલો એમને લાંબે જટાજૂટ અને એમના લિંગને ઢાંકતે સાંકળની કડીઓથી ગૂંથેલે ખાસ પ્રકારને બનેલે લંગોટ. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં બંધાયેલા ગ્રીસના ડેફીને ઍપોલે-મંદિરની પ્રવેશચોકીની વચ્ચેના બે સ્ત પર આવાં જ વિશાળકાય સ્તંભશિલ્પ જોવા મળે છે. - પાળિયાદ (તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) ગામના એક મંદિરમાં વાયુદેવનું એક છૂટું શિલ્પ પડેલું છે. વાંકી આંકડા ચડાવેલી મૂછોવાળ વાયુદેવ એમના વાહન બકરા પર લલિતાસનમાં બેઠેલા છે. એમણે પિતાના ચાર હાથમાં ગદા કમળદંડ માળા તથા કમંડળ ધારણ કરેલ છે. શિલ્પનું કંડારકામ લેકકલાના નમૂનારૂપ છે (આ, ૩૫).
ચંડીસર (તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) ગામમાં બ્રહ્માણીના ટેકરામાંથી બ્રહ્માણી દેવીની મૂર્તિ મળી આવી છે. દેવીએ કમર પર છેતી, ગળામાં ખેતીને હાર, હાથમાં કમળ શંખ કમંડળ અને રિકા (૨) વગેરે આયુધ ધારણ કરેલાં છે. આ મૂર્તિનું કંડારકામ પણ પ્રમાણસર નથી. કેઈ ગામઠી કલાકારે બનાવેલે એ લેકકલાને એક નમૂને (આ ૩૬) હોવાનું જણાય છે.
રાજુલા (જિ. અમરેલી)ને મૂળનાથ મહાદેવમાં ચતુર્ભુજ કુબેરનું એક વિશિષ્ટ પ્રકારનું શિલ્પ પડેલું છે. ગુજરાતના કેઈ વણિક શ્રેષ્ઠી જેવા પહેરવેશમાં માથે ચકરી પાઘડી, ઝબે, ધતી, બંને ખભા પર લટકતો કિનારીવાળા ખેસ, ટૂંકી મૂછે વગેરે વાળું આ શિલ્પ કંડારેલું છે. એમણે નીચેના બે હાથમાં કમંડળ અને કલમ