________________
પર૦
બ્રિટિશ કાહ છે (આ. ૨૮). બીજી વાઘધારિણે હાથમાં ઢોલ લઈને નૃત્યની ગતિમાં ફરતી જણાય છે તેના માથા પરની મરાઠી ઢબની પાઘ, ચોળી, સાડીને કરછ વગેરે મરાઠી નૃત્યાંગનાને ખ્યાલ આપે છે (ચિત્ર ર૯).
સ્વામિનારાયણમંદિર, અમદાવાદનું શિ૯૫ખચિત ભવ્ય પ્રવેશદ્વાર પણ આ સમયની શિલ્પ-સ્થાપત્યકલાને શ્રેષ્ઠ નમૂને છે. એના પરનાં વિવિધ શિલ્પ સ્થાનિક મરાઠી અને રાજસ્થાની લોકકલાને અને લેકશને અભિવ્યક્ત કરે છે. એના અર્ધસ્તંભનું કંડારકામ પણ કોરિન્થિયન પ્રકારનું છે. આ દરવાજા પરનાં મરાઠી વેશભૂષા ધરાવતા બને દ્વારપાલનાં શિનું ચિત્ર રજૂ કર્યું છે. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં બંદૂક, માથે મરાઠી ઢબની ચકરી પાઘ, નીચે સુંદર ભાતવાળાં સુરવાલ અને અચકન, સાદા અલંકાર વગેરે એની બહાદુર સૈનિક તરીકેની પ્રતિભાની પ્રતીતિ કરાવે છે (આ. ૩૦).
આવો જ કલાત્મક અને ભવ્ય દરવાજો સુરતના સ્વામિનારાયણમંદિરને છે. એના પર કંડારેલું વિષ્ણુનું શિલ્પ (આ. ૩૧) ખાસ નોંધપાત્ર છે. મસ્તક પર મુકુટને બદલે આંટાવાળી કલાત્મક પાઘ, કસવાળો લાંબે કેટ, કમર પર ફાળિયાને કમરબંધ, દુપટ્ટો, ભરાવદાર અણુવાળી મૂછે વગેરેને લઈને વિષ્ણુ ગુજરાતના કઈ વણિક શ્રેષ્ઠી જેવા લાગે છે. હાથમાં ઘૂઘરા જેવાં ગદા અને ચક્ર તથા નાળિયેરની જેમ પકડેલાં શંખ અને પદ્મ પણ દર્શનીય છે. સમગ્ર દરવાજા પરની ફૂલવેલની ભાત, વિકટેરિયન શૈલીનાં સ્તંભો કમાન વગેરે ગુજરાતની કલા પર પડેલી બ્રિટિશ કલાની ઝાંખી કરાવી જાય છે. ગઢડાના સ્વામિનારાયણમંદિરને મુખ્ય દરવાજો પણ આવો જ ભવ્ય અને વિવિધ શૈલીઓના સંયોજનથી યુક્ત છે.
જૂનાગઢ જિલ્લાના ગુપ્તપ્રયાગમાં આવેલી મહાપ્રભુજીની બેઠકની હવેલીના પ્રાંગણનું મુખ્ય પ્રવેશદ્વાર પણ હિંદુ મંદિરોનાં ઇલ્લિકા તરણ, મુઘલ કમાન, ગથિક સ્ત, મરાઠી-ગુજરાતી વેશભૂષાવાળાં સ્ત્રીપુરુષની આકૃતિઓ, મુઘલ ફૂલવેલની ભાત વગેરે કલાઓના સંયોજનથી સુશોભિત છે (આ. ૩૨). - સુરેદ્રનગર જિલ્લાના દૂધરેજ ગામમાં રામાવત વૈષ્ણવ સંપ્રદાયનું શ્રીવટપતિ ભગવાન(વડવાળા)નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે ગુજરાતની રબારી કેમનું તીર્થસ્થાન છે. એમને આદ્યદેવ ભગવાન શ્રીરામચંદ્રજી છે. આ મંદિર ભારતયુરોપીય કલાને અજોડ નમૂને છે. ધ્રાંગધ્રાના સોમપુરા શ્રી લીલાધરે એ બાંધ્યું હતું. મંદિરનું સ્થાપત્ય અને એનાં સુશોભન શિ૯૫ પરંપરાગત હિંદુ શિલ્પ
સ્થાપત્યકલાનાં પરિચાયક હોવા છતાં એના સ્તંભ વિવિધ જાતની વિકટોરિયન કલાના નમૂનારૂપ છે. મંદિરની ત્રણેય પ્રવેશચોકીઓ પર એટલાની બંને તરફ મૂકેલ