________________
બ્રિટિશ કાહ પ્રભાવિત થયા હતા. ઈ.સ. ૧૮૨૮ માં જ્યારે મુંબઈના ગવર્નર સર જહોન માલ્કમે રાજકેટની મુલાકાત લીધી તે વખતે એમણે સહજાનંદને મળવાની ખાસ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બતાવે છે કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા સ્થાપવામાં પરોક્ષ રીતે સહજાનંદને ફાળે મહત્વને હતિ. ૧ | સહજાનંદ સ્વર્ગવાસ પહેલાં એમના બધા શિષ્યોને બે આચાર્યોના અલગ અલગ નેતૃત્વ હેઠળ મૂક્યા. ઉત્તર વિસ્તારના આચાર્ય તરીકે સહજાનંદે પોતાના મોટા ભાઈના પુત્ર અયોધ્યાપ્રસાદને અમદાવાદમાં નરનારાયણ દેવની ગાદી આપી. જ્યારે દક્ષિણ વિસ્તારના આચાર્ય તરીકે પિતાના નાના ભાઈના પુત્ર રઘુવીરજીને. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી આપી, પરંતુ આ બને આચાર્યોના વંશજેમાં સહજાનંદની તેજસ્વિતા કે નેતૃત્વને અભાવ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના આદેલનમાં એક પ્રકારની સ્થગિતતા આવી ગઈ. એમ છતાં ૧૯મી સદી દરયાન સ્વામી ગોપાળાનંદ, ગુણુતીતાનંદ, પ્રાગજી ભક્ત, જગા ભક્ત, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ વગેરે સાધુઓએ સહજાનંદની પરંપરા જાળવી રાખી અને સ્વામિ નારાયણ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યામાં વધારે કર્યો. ઈ.સ. ૧૮૭રની વસતી–ગણતરી મુજબ આખા ગુજરાતમાં આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા એ સમયે ૨૮૭,૬૮૭ જેટલી હતી.૩ ૩. નવા ધર્મસુધારાનું આંદોલન : સ્વરૂપ, નેતૃત્વ અને સંસ્થાઓ
ગુજરાતમાં ઈ.સ. ૧૮૧૮ માં બ્રિટિશ હકુમત સ્થપાતાં સામાજિક તથા સાંસ્કૃ તિક જીવનમાં નવા પરિવર્તનની શરૂઆત થઈ. બ્રિટિશ વહીવટી તંત્ર પાછળ કંઈક અંશે ઉદારમતવાદી વિચારધારા કામ કરતી હતી. આ વિચારધારાના પ્રભાવ હેઠળ બ્રિટિશ વહીવટીકારોએ બૌદ્ધિક અભિગમથી પ્રવર્તમાન જડ માન્ય તાઓને સ્થાને વહીવટી ક્ષેત્રે પ્રયોગાત્મક નીતિ અને સામાજિક ક્ષેત્રે માનવતાવાદી તથા ન્યાયની નીતિ અપનાવી. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છ અને તળ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છોકરીને દૂધપીતી કરવાના રિવાજને અને સતીના રિવાજને નાબૂદ કરવામાં આવ્યા. ૪
બ્રિટિશ સરકારની નવી વહીવટી તેમજ આર્થિક નીતિને લીધે ગુજરાતમાં પણ નવી મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યું. બીજી બાજુ સંદેશાવ્યવહારની સગવડને લીધે સામાજિક ગતિશીલતા વધી. નવા શહેરીકરણની પ્રક્રિયાને લીધે ચેકસ નાત-જાત સાથે સંકળાયેલા વ્યવસાયની પ્રણાલી પણ તૂટવા લાગી. નવા મધ્યમ વર્ગ પાશ્ચાત્ય કેળવણી લેવાની શરૂઆત કરી. બૌદ્ધિક અભિગમ પર આધારિત અને વ્યક્તિવાદ સમાનતા તથા સામાજિક ન્યાયનાં મૂલ્યોને વણી