________________
૪૫૮
બ્રિટિશ કા. નામ મહરાજ(ઈ.સ. ૧૬૧૮-૧૯૮૪)–ને ફાળે ખૂબ મહત્વ રહ્યો હતો. એમણે હિંદુ ધર્મ અને ઇસ્લામના તાવિક સિદ્ધાંતની એકતા દર્શાવીને ઔરંગઝેબની ધર્માધ નીતિને પડકારી હતી. એમની વાણી “કુલજમ સ્વરૂપ–સાહેબ નામે ઓળખાતા સંપ્રદાયના ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવી હતી. એમણે હિંદુ-મુસ્લિમ એકતા ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે ખાસ પ્રયાસ કર્યા હતા. પ્રણામી સંપ્રદાયમાં મૂર્તિ પૂજાને નિષેધ કરવામાં આવ્યા હતા. મૂર્તિને સ્થાને સંપ્રદાયના ગ્રંથ કુલજમ સ્વરૂપસાહેબની પ્રતિષ્ઠા કરીને એનું પૂજન-પઠન કરવામાં આવતું. આ પદ્ધતિ અદ્યાપિપર્યત ચાલુ છે. પાટીદાર કાયસ્થ મઢવાણિયા રાજપૂત ભાટ સુથાર દરજી ગોલા કડિયા કેળી વગેરે આ સંપ્રદાયના અનુયાયીઓ હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ સંપ્રદાયનાં લગભગ ૯૨ જેટલાં મંદિર આવેલાં છે. ૧૭
દેવી-શાકત પંથ : ઘણા પ્રાચીન કાળથી ગુજરાતમાં શાકતસંપ્રદાય પ્રચલિત હતું. ગુજરાતની મહત્તવની શાકતપીઠોમાં આરાસુરમાં અંબિકાપીઠ, ગિરનાર અને પાવાગઢમાં કાલિકાપીઠ, ચુંવાળમાં બહુચરાજીનું સ્થાનક, પોરબંદર પાસે હરસિદ્ધિ દેવીપીઠ, કચ્છમાં આશાપુરા માતા, ઓખાબંદરમાં અભયા માતાપીઠ, દ્વારકામાં રુકૃમિણ ચંદ્રભાગા ભદ્રકાલીપીઠ, હળવદમાં સુંદરીપીઠ, નર્મદાતટે. અનસૂયાક્ષેત્ર, વગેરે નોંધપાત્ર દેવસ્થાન આવેલાં છે. આ ઉપરાંત ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ઘણી ગામદેવીઓની પણ પૂજા થતી. શીતળા મેલડી વગેરેનું મહત્તવ સમાજના નીચલા સ્તરમાં ખૂબ હતું.
શાક્તપંથમાં દક્ષિણાચારી અને વામાચારી એમ બે અલગ અલગ ફાંટા હતા. ૧૯મી સદી પહેલાં દક્ષિણચારી પશુવધ કરીને યજ્ઞમાં લેહી હેમતા, પરંતુ પાછળથી પશુને સ્થાને યજ્ઞમાં અનાજ દૂધ વગેરે હે માતાં થયાં. વામાચારી પંથમાં માનનારા ભૈરવ સ્વરૂપના શિવની પૂજા કરતા. એ ઉપરાંત તેઓ ડાકણી અને સાકણની પૂજા પણ કરતા. વામમાગી શાક્તપંથીઓમાં કૌલ અઘોરી પરમહંસ અવઘડ અને શરભંગી એમ પાંચ પ્રકારના અનુયાયી હતા. મેલી વિદ્યા કે તંત્ર અનુસાર કૌલપ્રકારના વામમાગી લેહી માંસ માછલી મદિરા મૈથુન વગેરેની ક્રિયાઓ દ્વારા પૂજા કરતા. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આ કૌલ વામમાગી “કાંચકિયા પંથી' તરીકે પણ ઓળખાતા ૧૮
માધવગર પંથઃ ઈ.સ. ૧૮૨૪ માં નડિયાદના માધવગર દ્વારા આ પંથ સ્થાપવામાં આવ્યા હતા. આ પંથમાં મૂર્તિપૂજાને નિષેધ કરવામાં આવ્યું હતું. ઉપવાસ દેહદમન કે યજ્ઞમાં પશુહિંસાને આ પંથમાં સ્થાન ન હતું. આ પંથના. અનુયાયીઓમાં બ્રાહ્મણ પાટીદાર સંઘાડિયા વાળંદ વગેરેને સમાવેશ થતો હતે.૫૯