________________
ધાર્મિક સ્થિતિ કર્મકાંડ કે ક્રિયાઓ કરતાં જીવનશુદ્ધિ અને આંતરચેતનાના વિકાસ સાથે વિશ્વબંધુત્વની ભાવનાને આ સંપ્રદાયમાં વિશેષ મહત્તવ આપવામાં આવ્યું હતું. ઈ.સ.૧૮૭ર ની વસ્તી–ગણતરી મુજબ આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ૧૨,૦૦,૭૫૮ જેટલી હતી, જેમાં લોહાણા કણબી સેની ખત્રી કાછિયા ઘાંચી ભાવસાર વાળંદ બેબી કડિયા કાળી વગેરે સમાવેશ થતો હતે.૧૪
સમાત સંપ્રદાય સ્માત સંપ્રદાયમાં ભગવાન શિવની ભક્તિ મુખ્ય ગણાય છે. ગુજરાતમાં પ્રાચીન કાળથી શિવની ઉપાસના થતી આવી છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જયાં ચોરામાં રામ કે કૃષ્ણની પૂજા તથા ગામની બહાર શિવની પૂજા થતી ન હોય. ગુજરાતમાં નાથસંપ્રદાય પણ સ્માત સંપ્રદાયને જ એક ફટ હતે. કચ્છમાં ધીણોધર ગામમાં નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ શાખાના સાધુએ “કાનફટ્ટા' તરીકે ઓળખાતા. સ્માત સંપ્રદાયમાં ગેર ખપંથી કાનફટ્ટા” સાધુઓ ઉપરાંત દંડી, સંન્યાસી, યોગી, જંગમ, પરમહંસ, અધેરી, ઊર્વબાહુ, આકાશમુખી વગેરેને સમાવેશ થતો હતો. સ્માત સંપ્રદાયમાં આસ્થા ધરાવનારાઓમાં મુખ્યત્વે બ્રાહ્મણને સમાવેશ થત હતો. એ ઉપરાંત રાજપૂતે વાણિયા કણબી ભાટ સુથાર સલાટ તેની ચારણ તરગાળા વગેરે એ સંપ્રદાયના અનુયાયીઓ હતા૧૫
બીજપંથી અથવા બીજમા ? પાંચસે વર્ષ પહેલાં કાશીમાં સ્થપાયેલા આ સંપ્રદાયના અનુયાયીઓ ઘોડાની છબીની પૂજા કરતા હતા. જેસલમેરના ઉગમસી, મારવાડના રાજા માલદેવ, એની રાણી રૂપાંદે, રામદેવ પીર વગેરેને આ પંથમાં સંત તરીકે માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં સૂરો રબારી અને સતી તરીકે ઓળખાતી તોલારાણી વગેરેએ આ પંથને ફેલાવો કર્યો હતે. આ પંથના અનુયાયીઓમાં બ્રાહ્મણ વાણિયા લહાણું રાજપૂત સથવારા માળી લુહાર દરજી ભાવસાર ગેલા ખારવા આહીર બાબરિયા કેળી કાઠી ચારણ વગેરેનો -સમાવેશ થતો હતો.૧૨
પ્રણામી સંપ્રદાય : પ્રણમી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક આચાર્ય દેવચંદ્રજી(ઈ.સ. ૧૫૮૨-૧૬૫૫)ને જન્મ ઉમરકોટ(સિંધ)માં થયો હતો. નાની વયે આત્મજ્ઞાનની ખોજમાં એ સિંધ છેડીને કરછમાં આવ્યા. કચ્છમાં દશેક વર્ષ સુધી રહીને ત્યાંથી જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના વિદ્વાન પાસેથી ભાગવતનું રહસ્ય પ્રાપ્ત કર્યું અને “નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી, પરંતુ ગુજરાત બહાર–સમગ્ર ઉત્તર ભારતમાં આ સંપ્રદાયને ફેલા કરવામાં -જામનગરમાં જન્મેલા અને દેવચંદ્રના મુખ્ય શિષ્ય એવા સંત પ્રાણનાથ- બાળપણનું