________________
૪
ધાર્મિક સ્થિતિ
૪૫૫ વસ્તી ૨૭,૭૧૨ એટલે ર૫ ટકા જેટલી હતી, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી ૭,૦૪૪ જેટલી અને અન્ય વસ્તી ૬૬૬ જેટલી હતી. હિંદુ ધર્મ-સંપ્રદાય
જૈનેને બાદ કરતાં હિંદુઓ સામાન્ય રીતે બ્રાહ્મણધર્મની પ્રણાલીમાં માનનારા હતા. જુદાં જુદાં દેવ-દેવીઓની ઉપાસના તેમજ શક્તિની ઉપાસના હિંદુ
ના રોજિંદા ધાર્મિક વ્યવહારમાં જોવા મળતી હતી. એ સમયને હિંદુ સમાજ મુખ્યત્વે વૈષ્ણવ અને સ્માર્ત સંપ્રદાયમાં વહેંચાયેલો હતો. ઈ.સ.૧૮૭૨ ની વસ્તી-ગણતરી મુજબ સ્માત સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ૬,૯૦,૧૨૪ની હતી. આ સંપ્રદાયમાં માનનારાઓને મોટા ભાગને વર્ગ બ્રાહ્મણોને હતા. ઈ.સ. ૧૮૯૧ ની વસ્તી–ગણતરી મુજબ સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણની સંખ્યા કુલ વસ્તીના ૫.૭૫ ટકા એટલે કે ૫,૬૮,૮૬૮ જેટલી હતી, જ્યારે રામ કે કૃષ્ણમાં માનનારા જુદા જુદા પંથને આવરી લેતા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઈ.સ. ૧૮૭૨ ની ગણતરી મુજબ લગભગ ૨૮,૦૭,૪૨૪ જેટલી હતી.' એ પૈકી લગભગ ૧૧ લાખ રામાનુજી વષ્ણવ નેધાયા છે.
બ્રાહ્મણ અને વૈષ્ણવ વણિયાઓ બાદ કરતાં ગુજરાતના હિંદુ સમાજમાં જુદા જુદા પડે છે કે સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા પણ સારા પ્રમાણમાં હતી. આ સંપ્રદાયમાં રામાનંદી, સ્વામિનારાયણ અને કબીરપંથી સંપ્રદાય મુખ્ય હતા. એ ઉપરાંત નાના પંથમાં બીજમાગી, પ્રણામી કે નિજાનંદી, રામસનેહી, દાદુપથી, શાક્ત કે વામમાગ, રવિપંથી, ઉદાસી, પીરાણાપંથી, રાધાવલ્લભપંથી, સંતરામપંથી જેવા નાના સંપ્રદાયોને પણ સમાવેશ થતો હતે.
રામાનંદી પંથઃ વૈષ્ણવ સંપ્રદાયમાં રામના ઉપાસકેમાં મુખ્યત્વે રામનંદી અને રામસનેહી જેવા પંથને સમાવેશ થતો હતો. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ (આશરે ઈ.સ. ૧૩૦૦-૧૪૦૦) હતા. એમના અનુયાયીઓ અવધૂત તરીકે પણ ઓળખાતા. રામાનંદી પંથના સાધુઓ ભભૂત એળનારા નાગા સાધુઓ તરીકે પણ ઓળખાતા. આ સાધુઓ સિવાયના અનુયાયીઓ સંજોગી તરીકે ઓળખાતા. તેઓ લગ્ન કરી શકતા હતા. આ પંથના અનુયાયીઓ દયા દાન અને સગુણ જીવન પર વિશેષ ભાર મૂક્તા. ગુજરાતમાં રામાનંદી પંથના અનુયાયીઓમાં બ્રાહ્મણ તથા વાણિયા સિવાયના લેકેને સમાવેશ થતો હતો. સૌરાષ્ટ્રમાં અનેક ગામમાં રામાનંદી મંદિર હતાં. ગુજરાતમાં કણબી લુહાર કડિયા દરજી વગેરે કેમમાં આ પંથને પ્રચાર સારા પ્રમાણમાં થયે હતો.