________________
પ્રકરણ ૧૫
ધાર્મિક સ્થિતિ ગુજરાતમાં ઈ.સ. ૧૮૧૮ માં બ્રિટિશ સત્તા સર્વોપરિ બની ત્યારથી ગુજરાતના સામાજિક જીવનમાં નવા સાંસ્કૃતિક પ્રવાહની શરૂઆત થઈ. લેકેએ ગુજરાતમાં હકુમતની સ્થાપનાને આવકારી, કારણ કે એ પહેલાં મરાઠા-તત્ર દરમ્યાન ગુજરાતમાં બ્રિટિશ રાજકીય સ્થિરતાને અભાવ હતે. રાજકીય અસ્થિરતાની અસર આર્થિકસામાજિક તથા સાંસ્કૃતિક જીવન પર પણ ખૂબ પડી હતી. સતત યુદ્ધના વાતાવરણમાં વેપાર-વાણિજ્ય પડી ભાગ્યાં, લુટારાઓ તથા અસામાજિક તરાનું વર્ચસ. વળ્યું અને એને પરિણામે સમાજની માનસિક ક્ષિતિજ પણ મર્યાદિત બની. સામાજિક સંબંધમાં અજ્ઞાન તથા વહેમનું પ્રાધાન્ય વધ્યું. ર ધર્મસંપ્રદાયે પર પણ યુગ પરિબળની અસર ખૂબ હતી. આ સંજોગોમાં સ્વામી સહજાનંદે હિંદુ સમાજના પ્રણાલીગત માળખામાં રહીને ધર્મસુધારાનું આંદોલન શરૂ કર્યું.
અંગ્રેજી હકુમતે નવું વહીવટી આર્થિક તથા શૈક્ષણિક માળખું ઊભું કરવાની શરૂઆત કરી. નવા શિક્ષિત મધ્યમ વર્ગે ગુજરાતમાં જુનવાણું વલણે સામે જેહાદ ઉપાડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્ય અને જીવનપદ્ધતિને ભારતની સાંસ્કૃતિક પ્રણાલીમાં મર્યાદિત રીતે પણ જોડવા પ્રયાસ કર્યો. આમ ગુજરાતમાં ધાર્મિક સુધારાનું આંદોલન શરૂ થયું. બીજી બાજુ, નવા શિક્ષિત વર્ગમાંથી જ કેટલાકે ભારતની સાંસ્કૃતિક અમિતા જાળવી રાખવા માટે ધાર્મિક ક્ષેત્રે નવા. સુધારકે સામે આંદોલન શરૂ કર્યું. ૧૯મી સદીના અંતે અને ૨૦ મી સદીની શરૂઆતમાં ગુજરાતના સમાજમાં સાંસ્કૃતિક ક્ષેત્રો નવા સમન્વયીકરણની ભાવના ઉદ્દભવી, જો કે આ પ્રકારની ભાવના જ્યાં નવા શિક્ષણને ફેલાવો થયે હતું તે વિસ્તારમાં વિશેષ જોવા મળે છે.
૧. ધર્મસંપ્રદાયની સામાન્ય સમીક્ષા ૧૯મી સદીના અંત પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૯૧ ની વસ્તી ગણતરી મુજબ દેશી રાજ્ય સહિત ગુજરાતની કુલ વસ્તી ૧,૧૦,૩૬,૭૦૬ જેટલી હતી, જેમાંથી ૯૮,૮૭,૮૧૦ એટલે કે ૮૯.૫૮ ટકા જેટલી વસ્તી જેને સહિત હિંદુઓની હતી, મુસ્લિમ વસ્તી ૧૧,૧૩,૪૭૪ એટલે કે ૧૦.૦૯ ટકા જેટલી અને પારસીઓની.