________________
ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ ખોલ્યું, આ છાપખાનામાં ઈ. સ. ૧૭૮૦ માં પહેલી જ વાર, રોમન અંગ્રેજી પંચાંગ(કેલેન્ડર)ની અનેક નકલે છાપી. હિંદમાં પંચાંગના છાપકામનાં પગરણ ત્યારથી થયાં એમ ગણી શકાય.
વસ્તુતઃ અત્યારે જે ગુજરાતી બીબાં છાપકામમાં વપરાય છે તેનું મૂળ સ્વરૂપે બહેરામજી જીજીભાઈ નામના પારસીએ પ્રચલિત કર્યું હોઈને એમની અટક પણ “છાપગરણ” તરીકેની લોકજીભે વસી ગઈ.
બીબાકસબી બહેરામજી જીજીભાઈનું ઈ. સ. ૧૮૦૪ માં અવસાન થયું. એ વખતે એમના પુત્ર જીજીભાઈ બહેરામજીની વય ઘણી નાની, પણ બચપણ વટાવીને કિશોર વયમાં આવતાં જ તેઓ પણ ધ બૅન્મે કુરિઅર’ છાપખાનામાં જ કામ શીખવા રહ્યા અને આખી જિંદગી એમણે એ જ છાપખાનામાં ગુજારી. ઈ. સ. ૧૮૫૫ થી એમણે પહેલવહેલી “ખેરદેહ અવતા'ની ચોપડી છાપી -ગુજરાતી બીબાંમાં પ્રગટ કરેલી. જેને વ્યવસ્થિત કહી શકાય તેવું અને ગુજરાતી
ભાષામાં બધા પ્રકારનું મુદ્રણકાર્ય હાથ ધરે તેવું સૌ પ્રથમ ગુજરાતી છાપખાનું - શરૂ કરવાની હિંમત અને પહેલ તે કરી ફરદુનજી મર્ઝબાનજીએ
લાગવગ લગાડી એમણે લાકડાને એક દાબખેસ મેળવે, જેમતેમ કરીને છાપવાને બીજો સરંજામ ઊભો કર્યો અને પિતાને હાથે ગુજરાતી બીબાને એક સેટ તીખા લેઢા પર કાતર્યો. પોતે જ તાંબાની તખતીઓ ઠોકી અને પોતે જ એને સીસામાં ઓતી ટાઈપ પાડ્યા. આ બીબાં પાડવાં ઘસવાં સાફ કરવા વગેરે માટે ફરદુનજીએ ઘરનાં બૈરાં-છોકરાંને કામે લગાડ્યાં. ૧૮૧૨ માં એમણે મુંબઈમાં “ગુજરાતી છાપખાના’ના શ્રીગણેશ માંડ્યા. કિંમત ભારે હેવા છતાં એમાં છપાઈને બહાર પડતાં પુસ્તકોને સારો ઉપાડ થવા લાગ્યા.
- મુંબઈમાં પહેલવહેલાં અંગ્રેજી બીબાં પાડનાર રુસ્તમજી ખરશેદજીએ ઈ. સ. ૧૭૮૦માં અંગ્રેજી પંચાંગ પ્રગટ કરેલું. ફરદુનજીએ પણ ઈ. સ. ૧૮૧૪માં સંવત ૧૮૭૧નું પ્રથમ ગુજરાતી પંચાગ બહાર પાડ્યું. આજે રૂપિયાની કિંમત અનેકગણું ઘટી છે ત્યારે, રૂપિયે કે બે રૂપિયાની કિંમતે પંચાંગ મળે છે, પણ એ જમાનામાં, એટલે કે આજથી ૧૫૮ વરસ પહેલાં, ફરદૂનછના છાપખાનામાંથી પ્રસિદ્ધ થયેલા એ પંચાંગની કિંમત પણ બે રૂપિયા હોવા છતાં એની પુષ્કળ નકલે ખપી ગઈ. આજ દિન સુધી, દર વરસે એકધારી નિયમિતતાથી પંચાંગ છાપવાની એ પ્રણાલિકા “મુંબઈ સમાચાર છાપખાન મારફત જળવાતી રહી છે.
બીજે વરસે ફારસી ક્તિાબ દાસ્તાનને ગુજરાતી તરજૂમે રૂ. ૧૫ની કિંમત બહાર પડો તરજૂ કરનાર અને છાપનાર બંને ફરદુનજી પતે હતા. ઈ. સ.