________________
બ્રિટિશ કહે
| ' ફરદુનજી મર્ઝબાનના છાપખાના (૧૮૧૨) પછીથી અમેરિકન મિશન (૧૮૧૭), ચાબુક (૧૮૨૨), જામે જમશેદ(૧૮૫૮), ગણપત કૃષ્ણાજી(૧૮૩૧) વગેરે છાપખાનાં નીકળ્યાં અને એમાં ગુજરાતી મુદ્રણ પણ શરૂ થયું. ગુજરાતીઓએ શરૂ કરેલાં છાપખાનાં શિલાછાપનાં જણાય છે. એમાં પણ છેક પહેલું શિલાછાપખાનું મહેતાજી દુર્ગારામ મંછારામે શરૂ કરેલું. ૧૮૪ર ની સાલમાં સુરતમાં “દાદેબા દુર્ગારામ દલપતરામ દામોદરદાસ દિનમણિશંકર' આ પાંચ દકારાદિ નામના ગૃહસ્થ હતા. એમણે એક ગુજરાતી પુસ્તક પ્રસારક મંડળી સ્થાપી હતી અને એ માટે છાપખાનું ખેલ્યું હતું, જેને વિરોધ થયો હતો. એ સજજને એ શિલાછાપયંત્ર મુંબઈથી આપ્યું હતું. હિંદમાં છાપખાનાં સ્થાપવાની છૂટ કાયદે ગવર્નર જનરલે સને ૧૮૩૫માં મંજૂર કર્યો હતો, છતાં સને ૧૮૪ર માં આ મંડળીને સુરત શહેરમાં મુખ્ય મેજિસ્ટ્રેટે આ છાપખાનું કાઢવા દીધું નહતું. આ અટકાવ કાયદાવિરુદ્ધ હતે. દુર્ગારામને અને એના સાથીઓને શહેરમાં છાપખાનું લાવવાની રજા ન મળી તેથી તેઓ નાઉમેદ થયા નહિ. અધિકારી કાયદા વિરુદ્ધ હરકત કરે છે એ જોઈ એમણે શહેરના કોટની બહાર કતારગામના દરવાજા પાસે મકાન ભાડે લીધું અને એમાં છાપયંત્રો આપ્યાં. કેટલેક વખત ગયા પછી છાપખાનું શહેરમાં લાવવામાં આવ્યું | હિદુરતાનમાં અગ્રેજોના આગમન પછી બાઈબલ વગેરે છાપેલાં પુસ્તક આવવા લાગ્યાં ત્યારે હિંદવાસીઓને એ કળાને પરિચય થયું. એ છાપેલ પુસ્તકમાં જોઈને ભીમજીભાઈ પારેખ નામના ગુજરાતીને ધર્મગ્રંથે દેવનાગરી લિપિમાં છાપવાની પ્રેરણા થઈ. ભીમજી પારેખ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના આડતિયા હાઈ એમણે કંપનીના ડાયરેકટરોને લખ્યું કે છાપવાની કલામાં પ્રવીણ હોય એવા કારીગરને વિલાયતથી અહીં મોકલાવે, કંપનીના ડાયરેક્ટરોએ હેત્રી હીલ નામના એક કારીગરને ઈ. સ. ૧૬૭૪ માં મુંબઈ મોકલે. હેવી હીલ પિતાની સાથે છાપવાનું યંત્ર, બીબાં અને કાગળ પણ લાવ્યું હતું, પરંતુ એને બીબાં ઢાળવાનું કામ આવડતું ન હોવાથી જે હેતુ માટે એને બેલા હતા તે હેતુ પાર પડ્યો નહિ, એટલે ભીમજીએ ફરી વિલાયત લખીને ઈ. સ. ૧૯૭૮માં બીજો કારીગર બોલાવી મગા. ભીમજી પારેખે સુરતમાં જ દેશી છાપગર તૌયાર કર્યા અને સાથે સાથે એમને બીબાં કેતરવાના કામે લગાડયા. - ભીમજી પારેખને હાથે સુરતમાં મુદ્રણકળાનાં બીજ રોપાયા બાદ સ ધરસને ગાળો વીતી ગયે. એ કાળ દરમ્યાન એ કળા ગુજરાતમાં કેવી રીતે વિકસી એની કડીબદ્ધ વિગત મળતી નથી. ઈ. સ. ૧૭૭૭ માં રુસ્તમજી ખરશેદજી નામના એક સાહસિક પારસીએ મુંબઈના કોટ વિસ્તારમાં બજારગેટમાં એક છાપખાનું