________________
સાહિત્ય :
એ પછી વિશેષ અભ્યાસપ્રધાન અને, કંઈક વ્યાપક દષ્ટિએ લખાયેલાં પુસ્તકને યુગ આવે છે; જેક એમાંયે ગુણવત્તાનું વૈવિધ્ય સ્વાભાવિક રીતે મેટું છે. ચેડાંક શીર્ષક જોઈએ : બળવંતરામ મહાદેવરામ મહેતાકૃત પ્રાણુ વર્ણન ભાગ ૧ થી ૩(૧૮૮૫), વનસ્પતિશાસ્ત્રનાં મૂળતર (૧૮૮૯) તથા “અનેક વિદ્યા-મૂળતત્વસંગ્રહ (૧૮૯૩), બાપાલાલ ભાઈશંકર ભટ્ટ-કૃત “ખેતીવાડીમાં સુધારણા વિષે નિબંધ (૧૮૮૪), મણિલાલ દલપતરામ સંત-કૃત જીવજંતુ અને દુનિયાની અજાયબીઓ'(૧૮૯૩) અને દુનિયાની બાલ્યાવસ્થા (૧૮૯૬), મણિલાલ હરગે વિંદ ભટ્ટ-સ્કૃત “પ્રકૃતિશાસ્ત્રનાં મૂળતત્ત'(૧૮૯૬), ભાનુખરામ નિણરામ મહેતાકૃત “સામાન્ય પદાર્થવિજ્ઞાન (૧૮૯૪) અને હિન્દનાં આંચળવાળાં પ્રાણીઓ (૧૮૯૬), ડાહ્યાભાઈ દેરાસરીવૃત “સરળ પદાર્થવિજ્ઞાન (૧૮૯૬), દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાકૃત ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર'(૧૮૯૯) આદિ ઉલ્લેખપાત્ર છે. '
પ્રસ્તુત સમયગાળામાં કેટલાંક પુસ્તક લેકભોગ્ય શૈલીએ નિષ્ણાતોએ લખેલાં છે એ એમની લોકસેવાવૃત્તિ તેમજ ભાષાભક્તિ બંને દર્શાવે છે. ડે. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિનાં ૧૭ પુસ્તક-આરોગ્યનાં મૂળ તો (૧૮૮૨), “સાધારણ પદાર્થોનું રસાયણ'(૧૮૯૨), “હિન્દુસ્તાનનાં ગામડાંની આરોગ્યતા' (૧૮૯૭), ધરમાં વપરાતી ચીજોનું રસાયણ (૧૮૯૭), “અકસમાત વખતે મદદ અને ઈલાજ (૧૯૦૦), “માંદાની સારવાર'(૧૯૦૫), “લેપગી શારીરવિવા' (૧૯૦૮) આદિ; ડે. ત્રિભુવનદાસ મેતીચંદ શાહનાં પુસ્તકમાને શિખામણ (૧૮૮૫), “આરેગ્યતા અને સ્વચ્છતા' (૧૮૯૦), ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા' (૧૮૯૮),
ગરમી અને ટાંકીના રાગ' (૧૯૦૦) આદિ, ડે. રવિશંકર ગણેશજી અંછરિયા-કૃત પુસ્તક-વહુને શિખામણ' (૧૮૯૧) અને “મરકીની હકીકત' (૧૯૦૬); . જોસેફ બેન્જામિનસ્કૃત ‘તંબાકુ અને ભાંગનાં માદક તો (૧૮૯૪), અને હિન્દુસ્તાનમાં આરોગ્યતાને સુધારો (૧૮૯૯) આદિ, ડે. ચુનીલાલ બહેરાવાળાકૃત “શહેરની આરોગ્યતા', ડે. ધનજીભાઈ હરમસજી મહેતાકૃત “ગર્ભપોષણ અને સુવાવડ (૧૯૦૬), મરકી વિષે ભાષણ(૧૯૦૮) આદિ દુલેરાય છેટાલાલ અંજારિયાસ્કૃત
ખાતર'(૧૮૯૭), ખેતીવાડી અને બગીચાની ઊપજ વધારનારાં ખાતર'(૧૯૦૩) આદિ; મોહનલાલ કામેશ્વર પંડયા-કૃત “ઢેરનું ખાતર'(૧૯૦૧) વગેરે આ દૃષ્ટિએ વિશિષ્ટ નેધ માગી લે છે. વનસ્પતિવિદ્દ જયકૃષ્ણ ઇન્દ્રજીએ કરછ સ્વસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા (૧૮૭૦) તથા વનસ્પતિશાસ્ત્રઃ બરડા ડુંગરની જડીબુટ્ટી (૧૯૧૦) એ પ્રમાણભૂત બૃહદ્ ગ્રંથે આપ્યા છે. ૧૯ હોમિયોપથીસમેત તબીબીવિદ્યાના સર્વસંગ્રહ જે સચિત્ર ગ્રંથ વૈદ્યકવિજ્ઞાનચક છે. જમનાદાસ પ્રેમચંદ નાણાવટીએ તૌયાર કર્યો છે.૨૦