________________
બ્રિટિશ કાલ
વ્યુત્પત્તિ વિશે સ્પષ્ટ ખ્યાલ જ નહોતું. છોટાલાલ સેવકરામ-કૃત ગુજરાતી શબ્દમૂળદર્શકકાશ'(૧૮૭૯) અને પ્રભાકર રામચંદ્ર પંડિત-કૃત “અપભ્રષ્ટ શબ્દપ્રકાશ” (૧૮૮૦) નાનકડા વ્યુત્પતિશ છે. શબ્દોનાં મૂળ શોધવાના પુરુષાર્થ લેખે આ બે કૃતિઓનું અતિહાસિક મહત્વ છે. આ ક્ષેત્રમાં શાસ્ત્રીય અભિગમને સપષ્ટ અણસાર આપણને વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીની પુસ્તિકાઓમાં મળે છે; “ગુજરાતી ભાષાને ઈતિહાસ (૧૮૬૬) અને “ઉત્સર્ગમાળા (૧૮૭૦) એ બંને આ દષ્ટિએ મહત્વની છે. પહેલી પુસ્તિકા ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ લખાયેલ ઈનામી, નિબંધ છે. એમાં જૂની હસ્તપ્રતોમાંથી નમૂના આપી ભાષાની કમિક ઉત્ક્રાંતિ દર્શાવી છે અને બીજીમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા ગુજરાતી શબ્દ વ્યુત્પન્ન થાય એના ઉત્સર્ગ અર્થાત નિયમ ઉદાહરણ સાથે બતાવ્યા છે. વ્રજલાલ શાસ્ત્રીને જે સાધુઓને સંપર્ક હાઈ એમને પ્રાકૃત ભાષાઓને પરિચય થયો હતો અને એથી ભાષાવિકાસમાં એ કાલે વિરલ તેવી ઐતિહાસિક દષ્ટિ એમણે દાખવી છે. એમની આ બે કૃતિ હવે કાલગ્રસ્ત થઈ હોવા છતાં આ વિષયના અભ્યાસીએ અવશ્ય જોવા જેવી છે.
અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિજ્ઞાનનું સાહિત્ય એ પશ્ચિમના સંપર્કનું પ્રત્યક્ષ પરિણામ છે અને ગુજરાતી ભાષા એમાં અપવાદ નથી. વિજ્ઞાનની વિવિધ શાખાઓના બહુસંખ્ય પુસ્તક ગુજરાતીમાં લખાયાં અને પ્રગટ થયાં છે. એ પ્રારંભકાલનાં પ્રકાશન પ્રાથમિક સ્વરૂપમાં હતાં અને વૈજ્ઞાનિક સંશોધમાં થયે જતી ઝડપી પ્રગતિને કારણે બીજાં ઘણાં પ્રકાશન કયારનાથે કાલગ્રસ્ત થઈ ગયાં હશે, તે પણ સંખ્યા અને વિષયવૈવિધ્ય એ બંને દષ્ટિએ જોતાં પ્રસ્તુત લયગાળામાં પેદા થયેલા પ્રબે ધની ઘાતક એ લેખન–પ્રકાશન પ્રવૃત્તિ છે. એમાંનાં કેટલાંક પુસ્તય અંગ્રેજીના અનુવાદ છે, જ્યારે બીજાં કેટલાંક સ્વતંત્ર કૃતિઓ ગણી શકાય તેવાં સંકલન કે અધ્યયન છે. અહીં એનું કેવળ ઉદાહરણાત્મક દિગ્દર્શન શક્ય છે. - વિજ્ઞાનવિષયક પ્રારંભિક પ્રકાશમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં પ્રગટ કરેલ પાઠ્યપુસ્તક “ભૂગોળ અને ખોળ (૧૮૩૯), ગોવિંદ નારાયણ-કૃત “ઉદ્દ ભિજજ પદાર્થ (૧૮૫૯), કેખુશરુ રુસ્તમજી વિકાછ-કૃત સિદ્ધ પદાર્થવિજ્ઞાન” (૧૮૭૧), મહીપતરામ રૂપરામનું “પદાર્થવિજ્ઞાન (૧૮૭૩), હરિલાલ મોહનલાલ કૃત ભૂગોળને ઉપયોગ’(૧૮૬૭), ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકર-કુત વનસ્પતિશાસ્ત્રનાં મૂળ તો'(૧૮૮૧) આદિને ગણી શકાય. આમાંનાં ચેડાંકનો નિર્દેશ આ પ્રકરણમાં અગાઉ પ્રારંભિક પાઠયપુસ્તકોના અનુલક્ષમાં આવ્યું છે.