________________
M
બ્રિટિશ કાય હનુમાન અષ્ટક (હિ) જાણવામાં આવી છે. એમની “ઉદ્ધવગીતા' (૧૯૨૪) સંપ્રદાયમાં ખૂબ જાણીતી રચના છે. પ્રેમાનંદ પ્રેમસખી (ઈ.સ. ૧૭૮૪-૧૮૫૫)
સહજાનંદ સ્વામી પાસે આ ગય કોટિના ભક્તકવિએ ઈ.સ. ૧૮૧૪-૧૫ના અરસામાં દીક્ષા લીધી હતી. આ કવિએ કૃષ્ણની લીલા વિશેનાં તેમ સહજાનંદ સ્વામીના આધિદૈવિક સ્વરૂપને લગતાં સેંકડે પદોની રચના આપી છે. એ સરાનંદ સ્વામીના અંતરંગભક્ત કટિના હેવાથી સ્વામીજી એને “પ્રેમસખી કહીને બોલાવતા. પ્રેમલક્ષણા ભક્તિનાં નિરૂપક આ ઉચ્ચ કોટિના કવિનાં પદોને સાર સંગ્રહ મુદ્રિત થયેલ છતાં હજી સારો પદસંગ્રહ અપ્રસિદ્ધ છે. મને હર સ્વામી (ઈ. સ. ૧૮૮–૧૮૪૫)
જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ સંન્યાસી થયા ત્યારે “સચ્ચિદાનંદ' નામ પામેલા. પાછળથી ઘોઘામાં અને પછી ભાવનગરમાં સુપ્રસિદ્ધ ગગા ઓઝા સાથે રહેલા. વસાવડના ધ્રુવાખ્યાનવાળા કાલિદાસના એ ભાણેજ હતા. આ આધ્યાત્મિક કવિને “મનહરકાવ્ય” એ એકમાત્ર કવિતાસંગ્રહ પ્રસિદ્ધ થયો છે. જે ભક્ત (ઈ.સ. ૧૭૮૫-૧૮૫૦)
જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. વતન મૂળ ગુજરાતમાં સાવલી ગામ (બીજા મતે જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં જન્મ), પાછળથી એક યોગી પાસેથી દીક્ષા લીધા પછી જેતપુર નજીકના વીરપુર(જલારામવાળું)માં આવી રહેલે વિરત સંતકવિ. એ એના ૪૩ ચાબખાઓથી જાણીતા છે. એ આખાબેલ અને સમાજનાં દૂષણેને પ્રતીકારક કવિ હતા. એની રચનાઓમાં કાલગણદેવીને ગરબા, ધૂન્ય ૨, પ્રભાતિયાં ૧૨, બાવળાક્ષર (કક્કો, ઈ. સ. ૧૮૨૬), બ્રહ્મબોધ (૩ કડવાં), મહિના કે બારમાસ, ભક્તમાળ ( કડવાં), સરવડાં, સાતવાર અને ચેલૈયાનું આખ્યાન (૫ કડવાં) ઉપરાંત નાની સંખ્યામાં પદો પણ મળે છે. ગિરધર (ઈ.સ ૧૭૮૬–૧૮૫૨)
વડોદરા નજીકના સાસરને દસા લાડ વણિક, ગે. શ્રી પુરુષેતમજીને શિષ્ય, પછી વડોદરામાં બહેનને ત્યાં આવી વસેલો એ એના રામાયણ(ઈ.સ. ૧૮૩૭)થી ખૂબ જાણીતું છે. એવું જ મહત્વનું ભાગવત દશમસ્કંધની કુલ લીલા અને મથુરાલીલાને મૂર્ત કરતું ૭૮ કડવાઓનું “કૃષ્ણલીલા' શીર્ષક આખ્યાનકાવ્ય છે. આ ઉપરાંત મુક્તાચરિત્ર (અપ્રસિદ્ધ) રાજસૂયયન (પર કડવાં, ઈ.સ. ૧૮૩૧), અને પ્રકીર્ણ કવિતા જાણવામાં આવેલ છે.