________________
સાહિત્ય ?
૩૯ રામાનંદ સ્વામીના શિષ્યોને મળ્યા અને એ જ વર્ષની કાર્તિકની દેવઊઠી એકાદશીને દિવસે નજીકના પિપલાણા ગામે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા પામી સહજાનંદ સ્વામી” “કિંવા “નારાયણમુનિની સંજ્ઞા પામ્યા, વળતે વિષે જેતપુરમાં એઓ ગુરુની ગાદીએ પ્રતિષ્ઠિત થયા. અને ત્યારથી સ્વતંત્ર કહી શકાય તેવા નવા સંપ્રદાયના સ્થાપક થયા. એમની ગુજરાતી સાહિત્યક્ષેત્રે મેટી સેવા તે એમના વિશાળ શિષ્યસમુદાયને ઉદેશી આપેલાં ગદ્ય-વચનામૃત છે. આ વચનામૃતોને આરંભ સન ૧૮ર માં થયું અને ૧૮ર૪ સુધીનાં સંગ્રહાયેલાં છે. એ વચનામૃત સરળ ગુજરાતી ગદ્યને ઉત્તમ નમૂન છે. * નિષ્કુલાનંદ (ઈ.સ. ૧૭૬૪–૧૮૪૮).
સહજાનંદ સ્વામીના શિષ્યોમાંનું એક મૂળ વતન કચ્છ અને જ્ઞાતિએ વિશ્વકર્મા બ્રાહ્મણ. એનું દીક્ષા પહેલાંનું નામ લાલજી. એની રચનાઓ ધીરજાખ્યાન (૬૪ કડવાં, ઈ. સ. ૧૮૪૩), પુરુષોત્તમપ્રકાશ, યમદંડ, વેહના ૧૨ મહિના અને જ્ઞાનવૈરાગ્યનાં કેટલાંક પદ. એને સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમનારાયણ માની રચેલો પુરુષોત્તમપ્રકાશ એ “ભક્તચિંતામણિ નામથી જાણું છે. " બ્રહ્માનંદ (ઈ.સ. ૧૭૭૨–૧૮૩૨).
ડુંગરપુર(હાલ રાજસ્થાન)ના ચારણ લાડુ બારોટને જન્મ ઈ.સ. ૧૭૭ર માં થયેલ અને ઈ.સ. ૧૮૦૪ માં ભૂજમાં સહજાનંદસ્વામીના સંપર્કમાં આવ્યા અને ઈ.સ. ૧૮૦૫ માં સહજાનંદ સ્વામીના શિષ્ય બન્યા. એ સમયે નામ શ્રીરંગદાસ હતું, પણ પછી બ્રહ્માનંદ' નામથી પ્રસિદ્ધ થયા. સ્વામિનારાયણસંપ્રદાયના જે આઠ ભક્તકવિ થઈ ગયા છે તેમાં પ્રતિભાની દૃષ્ટિએ પ્રથમ કેટિના કવિ તરીકે એમની ગણના થાય છે. જ્ઞાતિએ ચારણ હોઈ એમની પાસે જન્મજાત પ્રતિભા હતી અને સહજાનંદ સ્વામીના સંપર્કથી એ ખૂબ ખીલી હતી. “બ્રહ્માનંદ કાવ્ય” શીર્ષક એમનાં અનેકવિધ પદને સંગ્રહ પ્રસિદ્ધ થયેલ છે. એમણે કૃષ્ણલીલાનાં તેમજ સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમ તરીકે કહી એમની લીલાનાં અનેકવિધ પદ એમણે ગાયાં છે.
' મુક્તાનંદ સ્વામી (ઈ.સ. ૧૭૮૧-૧૮૨),
સહજાનંદ સ્વામીના ભક્તકવિ શિષ્યોમાં પહેલા મુકુંદ ઉર્ફે મુક્તાનંદ સ્વામી ધ્રાંગધ્રાના રામાનંદ સાધુ હતા. એમણે શિષ્ય થયા પહેલાં મુદ’ નામથી કવિતા રચના કરેલી. શિષ્ય થયા પછી અનેક પદ ઉપરાંત મુખ સિદ્ધાંત, રૂફણિવિવાહ (અપ્રસિદ્ધ), વિવેકચિંતામણિ (હિ), સતી સીતા (૧ર) અને