________________
ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ
૩૪ ભક્તકવિ દયારામે એની ઉત્તરાવસ્થામાં લખ્યું હોય તેવું ગદ્ય મળે છે તેના કરતાં શ્રી મગનલાલના ગદ્યમાં સંસ્કાર છેડે વધુ છે. એના કરતાં કવિ નર્મદાશંકરમાં, પણ મઝા એ છે કે અમદાવાદમાં ખીલતા આવતા ગદ્યમાં નડિ-- યાદના નાગરવાડાના કે અમદાવાદની આકા શેઠ કુવાની-વાઘેશ્વરની–હવેલીની–. લાખા પટેલની પળાના નાગરોમાં બોલાતી અને હજી પણ વૃદ્ધ બિરાં પ્રજે, છે તેવી નાગરી બેલીને અણુસાર તત્કાલીન લેખનમાં તે જોવા મળતું જ નથી,
ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી “વરતમાન” નામનું સામયિક પ્રસિદ્ધ થયા પછી તા. ૭મી માર્ચ, ૧૮૫૪ના દિવસે બુદ્ધિપ્રકાશ' માસિકને ૧ લે, અંક પ્રસિદ્ધ થયો ત્યારે લિમાં આખી લીટી નીચે ગુજરાતી અક્ષરમાં એ અંક છપાયેલ. તંત્રી તરીકે શ્રી મગનલાલ વખતચંદ હતા. એની પ્રસ્તાવનામાં એમના “અમદાવાદને ઈતિહાસને મળતું વાણિયાશાહી લખાણ કહી શકાય.
સન ૧૮૫૫ ને જુલાઈના અંકથી “બુદ્ધિપ્રકાશ'ના સંપાદક તરીકે વઢવાણ (સૌરાષ્ટ્ર)ના શ્રીમાળી બ્રાહ્મણ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ આવ્યા. એમના, ગદ્યને નમૂને એ અંકમાં નીચેના પ્રકારને જોવા મળે છે?
“હું દલપતરામ ડાઆભાઈ સાદરાના મહેરબાન પુલેટીકલ સાહેબની. હજુર કચેરીમાં મુલકગીરી દફત્તરના હેડકારકુનનું કામ કરતા હતા ત્યાંહાંથી વરનાક્યુલર સોસાઈટીના મેંબર મેહેરબાન વાલીશ સાહેબ વિગેરેના અભિપ્રાય લેઈ સોસાઈટીના સેક્રેટરી ટી.બી. મીસ્તર કરટીસ સાહેબે મહીકાંઠાના પલેટીકાલ સાહેબને કેટલીએક તરેથી સીપારશ કરી ઘણું આગ્રહથી મને સોસાઈટી ખાતામાં બોલાવી લીધે.” (પૃ. ૯૭)
કવીશ્વર દલપતરામના આ ગદ્યમાં શ્રી. મગનલાલ વખતચંદના ગદ્યની લઢણ છે બંનેનાં લખાણ લિથેનાં છે અને બંનેનાં લખાણ સીધાં આધારરૂપ હેઈ તેથી, લિના લહિયાએ જુનવાણી રૂપ આપી દીધું કહી શકાય નહિ.
સરકારી ગુજરાતી નિશાળને સારુ મુંબઈ ઇલાકાના કેળવણી-ખાતાના ગુજરાત વિભાગના ઇન્સ્પેકટર શ્રી. ટી. સી, હેપે “ગુજરાતી ભાષાનું વ્યાકરણ” ૧૮૫૮ માં સુરતના “આઈરિશ મિશન છાપખાનામાં છપાવી પ્રસિદ્ધ કર્યું હતું.. આરંભમાં જે સુચના છાપી છે તે એમણે તૈયાર કરાવેલી “જુની સરકારી વાચનમાળા'ના ગદ્યના પ્રકારની લગભગ કહી શકાય: