________________
બ્રિટિશ કાહ ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન દેશી ભાષાઓની ખિલવણી કરવાના મતના હતા; એમણે આ સંસ્થાને નાણુની મદદ કરવા માંડી. એ સંસ્થા “બે એજ્યુકેશન સોસાયટી' નામથી ઓળખાઈ અને એમાંથી ૧૮૨૫ માં નેટિવ એજ્યુકેશન સેસાયટી' ઉદ્દભવી. એ મંડળી પિતાની પ્રવૃત્તિ ગુજરાત ખાતે વિસ્તારવા ઈચ્છતી હતી. ભરૂચના એક ઉત્સાહી જુવાન રણછોડદાસ ગિરધરભાઈએ (૧૮૦૩-૧૮૭૩) અપંગ થયેલે એક અંગ્રેજ સ્પિાહી, જે ભરૂચના ખ્રિસ્તી દેવળના ચેકીદાર તરીકે કામ કરતા હતા અને ગુજરાતી ભાષાથી લગભગ અનભિજ્ઞ હતું, તેની પાસેથી અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મુશ્કેલીથી મેળવી લીધું હતું. મુંબઈના વડા પાદરી કાર ૧૮૨૫ માં ગુજરાતના પ્રવાસે આવ્યા તેમને આ જુવાનને ભેટ થયો. એમની ભલામણથી બનેટિવ એજ્યુકેશન સોસાયટી તરફથી ગુજરાતમાં નવી કેળવણીને પ્રચાર કરવા માટે, એ સારું માણસે શોધી કાઢવા માટે તથા વ્યાકરણ ઇતિહાસ ભૂગોળ ગણિત અને વિજ્ઞાન-સમેત વિવિધ વિના પાઠ્ય-પુસ્તક તૈયાર કરવા-કરાવવા માટે રણછોડભાઈની નિમણૂક થઈ અને એ કામ એમણે સફળતાથી પાર પાડયું. આથી રણછોડભાઈ ગુજરાતી કેળવણીના પિતા તરીકે ઓળખાય છે.
ઉપર્યુક્ત સોસાયટીની કાર્યનીતિનું મહત્વનું લક્ષણ એ હતું કે તમામ વિષય દેશી ભાષામાં જ શીખવાતા. એ માટેનાં પુસ્તક મોટે ભાગે અંગ્રેજી કે મરાઠીનાં ભાષાંતર હતાં. કેઈ પુસ્તક ગુજરાતીમાં સ્વતંત્ર લખાયેલાં પણ હશે, પરંતુ સુપરિણામ એ આવ્યું કે ગુજરાતી ભાષાના, નવીન યુગને અનુરૂપ, ખેડાણને મટે વેગ મળે. ૧૮૫૫માં એ સમયના મુંબઈ ઇલાકામાં “ડિરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન(“શિક્ષણ નિયામક)ની જગ્યા કાઢવામાં આવી અને શિક્ષણની વ્યવસ્થા એમની દેખરેખ નીચે મૂકવામાં આવી ત્યારથી એ પદ્ધતિ બંધ પડી અને માધ્યમિક શાળામાં વિજ્ઞાનાદિ વિષયસંસ્કૃતાદિ ભાષાઓ પણ-અંગ્રેજી દ્વારા શીખવવાનું શરૂ થયું, જે પહતિ નિદાન પણ સદી સુધી ચાલી.
પણ પ્રાચીન સાથે નવીન પરંપરાના સમાંતર ચાલેલા વિચારપ્રવાહ અને સાહિત્યપ્રવાહની વાત ઉપર ફરી વાર આવીએ. ૧૮૨૨ માં મુંબઈ સમાચાર સાપ્તાહિકને આરંભ થયો, જે કેટલાંક વર્ષ બાદ દૈનિક થયું. સુધારક મહેતાજી દુર્ગારામ મંછારામે (૧૮૦૯-૧૮૭૮) સુરતમાં ૧૮૪૦માં માનવ ધર્મ સભા'ની
સ્થાપના કરી, જેની મહેતાજીએ લખેલી કાર્યનેધને મહવને ભાગ મહીપતરામ નીલકંઠ-સ્કૃત દુર્ગારામચરિત્રમાં સચવાય છે. લડન ખાતે ૧૮૫૬ માં ગુજરાત પ્રદેશને અગ્રેિજી ભાષામાં પ્રથમ ઇતિહાસ “રાસમાળા' પ્રગટ કરનાર “સવાઈ