________________
પ્રકરણ ૧૨ ગુજરાતી ભાષા, બોલીઓ અને લિપિ
૧. ભાષા અ. શિષ્ટ ગુજરાતીનું ઘડતર
ઈસવી સન ૧૮૧૮ માં ગુજરાતી ભાષા પ્રદેશ ઉપર અંગ્રેજ સત્તાનું સાર્વભૌમત્વ થપાયા પછીના થોડાક દસકાઓમાં આ પ્રદેશનાં જીવન અને સંસ્કૃતિમાં કેટલાંક ભારે પરિવર્તન થયાં. અંગ્રેજી કેળવણી તથા એ દ્વારા પશ્ચિમનાં સાહિત્ય અને વિચારસૃષ્ટિના સંપર્કને પરિણામે પ્રગટેલાં નવીન પરિવર્તન-બળેએ અત્રત્ય સાહિત્ય અને વિચારસરણીની નવીન પરંપરાઓ ઊભી કરી.
આપણે અભ્યાસપાત્ર કાલખંડમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ કવિ દયારામ(૧૭૭–૧૮૫૩)ના સક્રિય જીવનને મોટે ભાગ વ્યતીત થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અને ગુજરાતી ગદ્યના એક સીમાચિહ્ન જેવા “વચનામૃત'ને વક્તા સ્વામી સહજાનંદ(૧૭૮૧-૧૮૩૦)નું જીવનકાર્ય અને એમના અનેક સાધુ-કવિઓની ગુજરાતી વ્રજ અને સંસ્કૃતની લેખન-પ્રવૃત્તિ મુખ્યત્વે આ કાલખંડમાં થયાં હતાં. કવિ દયારામ એમના જીવનના ઉત્તર કાલમાં મુંબઈ ગયા હોવાની એક કિંવદંતી છે; સ્વામી સહજાનંદ બિશપ ટેલર જેવા અંગ્રેજ પાદરી અને મુંબઈના ગવર્નર સર જહોન માલકમ જેવા મેટા અંગ્રેજ અમલદારોના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ આ બંનેના તેમજ એમના અનુયાયી અથવા શિષ્યવર્ગના સાહિત્યલેખન કે વિચારસરણી ઉપર પાશ્ચાત્ય વિચારે કે પરિબળોની કશી અસર જણાતી નથી. હા, કવિ દલપતરામ (૧૮૨૦૧૮૯૮) જેવા જૂની અને નવી સાહિત્ય-પરંપરાને જોડનારા તથા કવિતા સાહિત્ય અને કેળવણી દ્વારા સમાજ સુધારા માટે પ્રયત્ન કરનાર અને આકાંક્ષા સેવનાર વ્યક્તિવિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા એ ખરું, પણ એમની આ દિશામાંની પ્રવૃત્તિઓ વિશેષ તે ફાર્બસ સાહેબ સાથેના એમના ગાઢ સંપર્કને આભારી હતી.
બીજી બાજુ, અગ્રેિજ અમલદારોની સલાહથી મુંબઈના ધનિક ગૃહસ્થાએ શિક્ષણ પ્રસાર માટે એક ફંડ ભેગું કર્યું અને ૧૮૨૦ ને ઑગસ્ટ માસમાં નેટિવ કુલ બુક ઍન્ડ નેટિવ સ્કૂલ સેસાયટીની સ્થાપના કરી. મુંબઈના વિદ્યારસિક