________________
પર
બ્રિટિશ કાર
ગ્રંથાલય-પ્રવૃત્તિ
ઈ.સ. ૧૮૧૮ માં મરાઠી સત્તાને! અંત આવ્યા અને ગુજરાતમાં કમ્પની સરકારનું રાજ્ય દઢ અને સ્થાયી થયું. ગુજરાતમાં પ્રવર્તી રહેલ રાજકીય અસ્થિર તા સામે જ્ઞાતિસંસ્થા અને ગ્રામસંસ્થાએ પ્રશ્નને એક રાખીને કુદરતી અને સુલ્તાની આફ્તા સામે ટકાવી રાખી હતી. આ પ્રજા અજ્ઞાની હતી. તેને જીવનનિર્વાહ. અથે સામાન્ય જ્ઞાન ઉપયોગી હોય છે એ સારુ એવા પ્રબંધ હતા કે બાળક છ સાત વર્ષનું થાય કે પંડયાને ત્યાં ભણવા જાય. સંસાર-વ્યવહારનું જ્ઞાન મેળવી એ પોતાના બાપી ધંધે-રાજગારે લાગી જતું ને ગામઠી નિશાળે એને અક્ષરજ્ઞાન આંક ગણિત નામું અને લેખનપદ્ધતિનું વ્યવહારુ જ્ઞાન ઉપરાંત નીતિનું શિક્ષણ પશુ અપાતું હતું. ૫૪ કેળવણી આપવાની આ જૂની રીતમાં પુસ્તક નહેાતાં.. જીવનવ્યવહારનું શિક્ષણ લખતાં વાંચતાં અને ગણતાં શીખીને વિદ્યાર્થી એ પેાતાને ધંધે લાગી જતા. બ્રાહ્મણના દીકરા કાશીએ જઈ સંસ્કૃત ભણી આવતા, કાયસ્થ અને વાણિયાના દીકરા ઘરના વેપારમાં પડતા, ખજી ઊતરતી જ્ઞાતિએ તે। અભણુ જ રહેતી..
આ પ્રમાણે ભળેલાઓને સાહિત્ય પરત્વેને રસ શામળ પ્રેમાનન્દ આદિ *વિઓનાં લહિયાઓએ ઉતારેલાં કાવ્યાના વાચનમાં જ વિરમતા અને અભણુવ વ્યાસ કે માણભટાની શેરીએ શેરીએ કહેવાતી શાસ્રપુરાણની કથા શ્રવણુ કરી સંતાષ માનતા. પપ આમ ૧૯ મી સદીનાં પ્રારભિગ્ન વર્ષોમાં ગુજરાતમાં શિક્ષણ મેળવવાનું વલણ નહતું, સમાજ અંધશ્રદ્ધા અને સામાજિક રૂઢિ અને કુરિવાજોના ઓછાયા હેઠળ હતા, એ સંજોગામાં ગુજરાતની પ્રજને અધશ્રદ્ધા વહેમ અને સામાજિક અને આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે ગુજરાતમાં સુધારાના અગ્રેસરામાં દુર્ગારામ મહેતાજી, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, કવીશ્વર દલપતરામ, કવિ ન દાશ ંકર, રમણુભાઈ નીલકઠ, ગા.મા. ત્રિપાઠી વગેરે સુધારકોએ સમાજસુધારણાના યુગ શરૂ કર્યાં. આ સુધારાએ જ્ઞાતિસુધારણા અને સમાજસુધારણાની હિમાયત કરી, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે જેહાદ જગાવી, લોકેામાં શિક્ષણના પ્રસાર કરવા ભણતરના લાભા વિશે સમજણ આપી અને શાળાએ શરૂ કરી. સ્ત્રી–શિક્ષણ માટે કન્યાશાળાઓ શરૂ કરી. સુધારાની પ્રવૃત્તિથી ગુજરાતમાં નવજાગરણના પ્રારંભ થયો એમ કહી શકાય. આ પૂર્વે મુંબઈમાં રાયલ એશિયાટિક સાસાયટીની શાખા ઈ.સ. ૧૮૦૪ માં સ્થપાઈ. પછી ૫૩ વર્ષ" મુબઈ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૮૫૭માં થઈ. આમ દેશમાં તેમજ ગુજરાતમાં અગ્રેજી શિક્ષણના લાભથી સ્વદેશપ્રેમ દ્વારા સમાજસુધારાને અને ભણેલા બુદ્ધિજીવી વ લોકકલ્યાણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે બહાર પડયો.