________________
કેળવણી
૩૫૧ હતું. આ કારણે ઉત્તર વિભાગના (ગુજરાત-થાણુ સહિત) શિક્ષણાધિકારી જે.જી. કેવન/નના અધ્યક્ષપણું નીચે એક સમિતિ નીમી હતી તેણે હેપ વાચનમાળામાં સુધારા-વધારા કરી, નવા પાઠ ઉમેરી નવી વાચનમાળા તૈયાર કરાવી હતી. છે. ૩, ૪ અને ૫ માટે ખેતીવાડીની વાચનમાળા અને પ્રાથમિક કન્યાશાળાની બાળાઓ માટે પ્રથમ ત્રણ ધોરણેની અલગ વાચનમાળા તૈયાર કરાવી હતી. ઈતિહાસ ભૂગોળ વ્યાકરણ નકશા વગેરે કેળવણી ખાતાએ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યા હતાં.
માધ્યમિક (અંગ્રેજી) શાળામાં ઠેટ રીડર ચાલતી હતી. મુંબઈના શિક્ષણ ખાતાના હાવર્ડને આ રીડરોનાં આયોજન અને લખાવટ (Plan and Execution) ખામીયુક્ત જણાતાં એણે નવી અંગ્રેજી વાચનમાળા તૈયાર કરાવી અને એના પ્રકાશન અને વેચાણનું કાર્ય મેકમિલન એન્ડ કું.ને સોંપ્યું તેથી આ રીડર -“મેકમિલન રીડર' તરીકે પ્રસિદ્ધ થઈ હતી. એણે બીજા વિષયનાં પુસ્તક પણ તૈયાર કરાવ્યાં હતાં, પરંતુ માધ્યમિક શાળાનાં પાઠઠ્યપુસ્તક ખાનગી પ્રકાશકે દ્વારા પણ પ્રસિદ્ધ કરાયાં હતાં અને એને સ્થાન મળતાં સરકારી રીડરોને ઉપગ ૧૯૨૫ પછી બંધ થઈ ગયા હતા કેવર્નટને તૈયાર કરાવેલી અંગ્રેજી રીડર અન્ય પ્રાંતમાં પણ ઉપયોગમાં લેવાતી હતી. ૧૯૦૩ થી મંજૂર કરાયેલાં પુસ્તક શાળામાં ૫૩ વાપરી શકાતાં હતાં.
આમ હેપ, હેવર્ડ, કેર્વિન, દલપતરામ, દુર્ગારામ મહેતાજી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ તથા અન્ય કેળવણુકારની સહાયથી સારાં અને સસ્તાં પાયપુસ્તક આ કાળ દરમ્યાન સરકારી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયાં હતાં. બ્રિટિશ જિલ્લાઓ એજન્સીઓમાં તથા વડોદરા અને ગાંડળ સિવાયનાં દેશી રાજ્યોમાં સરકારી વાચનમાળા ચાલતી હતી. વડોદરા રાજ્ય “સયાજી સાહિત્યમાળા' અને “સયાજી બાલજ્ઞાનમંજુષા” નામની ગ્રંથમાળા શરૂ કરી હતી. વડોદરા તથા ગોંડળની વાચનમાળામાં સ્વદેશ અને સ્વદેશીની ભાવનાને પિષક રાષ્ટ્રપ્રેમ જાગ્રત કરે તેવા પાઠ આમેજ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, 'વિજ્ઞાન અને ખેતીવાડીને લગતા પાઠ અને નવી કવિતાને સ્થાન આપવામાં આવ્યું હતું. રેવાબાઈ નીતિ વાચનમાળા” અને સસ્તા સાહિત્ય પ્રકાશન ગૃહના “સગુણ બાળકે વગેરે ગ્રંથ બાલ–સાહિત્ય તરીકે અને નીતિના શિક્ષણ માટેના પાઠ ધરાવતા હેઈને ચાસ્ટિય-ઘડતર માટે ખૂબ જ મહત્વના હતા. સયાજી સાહિત્યમાળા'માં ઉત્તમ ગ્રંથનાં ભાષાંતરે તથા લેકોપયોગી મૂળ ગ્રંથનું પ્રકાશન થયું છે.