________________
બ્રિટિશ કાજ પેન્શને, ઈનામી જમીને, મંદિરની સાચવણી માટે સરકાર તરફથી અપાતાં અનુદાને વગેરે જેવી બાબતોને સમાવેશ થાય છે. ૧૮૧૮ માં ઈસ્ટ ઇડિયા કંપનીનું શાસન સ્થપાતાં ગુજરાતના કેટલાક સામાજિક-ધાર્મિક વર્ગોને સહન કરવું પડયું હતું. ગાયકવાડ અને પેશવાના લશ્કરમાં તથા અન્ય સરકારી નેકરીઓમાં કામ કરતા ઘણું માણસેના પેન્શન રદબાતલ ગણવામાં આવ્યાં હતાં, ઘણને નેકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. નિરાધાર બનેલા આ માણસોએ. સરકારને “દયા’ માટે કરેલી અનેક અરજીઓ આ ફાઈલમાં મળી આવે છે. ગુજરાતના ઇનામદાર જમીનદારે અને મંદિરના મહંતેએ પણ એમને પરાપૂર્વને અધિકારો ચાલુ રાખવા માટે અરજી કરી હતી. અંગ્રેજી શાસનની શરૂઆતમાં પ્રજાજીવન કેવા સંજોગોમાંથી પસાર થયું એને સચોટ અહેવાલ ઉપર્યુક્ત ફાઈલમાંથી મળે છે. એક ફાઈલ ડાકોરમાં આવેલ રણછોડજીના મંદિરની
સ્થાપના અને એના નિભાવાર્થે પેશવા તરફથી મળતા અનુદાન સંબંધી વિગતે આપે છે. આ મંદિરના અગ્રણીએ કંપની સરકારને મદદ માટે અરજી કરી હતી. આમ ગુજરાત જ્યારે એના રાજકીય અને સામાજિક પરિવર્તનના કાલમાંથી પસાર થતું હતું ત્યારે જે પરિબળોએ ભાગ ભજવ્યું તેને સમજવામાં આ ફાઈલે મદદરૂપ છે.
૨. ગેઝેટિયર બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઇલાકામાં ૧૮ જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. સુરત ભરૂચ ખેડા પંચમહાલ અને અમદાવાદ. બીજા અનેક દેશી રાજ્ય હતાં, જેમાં વડોદરા કરછ પાલનપુર મહીકાંઠા રેવાકાંઠા ખંભાત સુરત પ્રદેશ અને કાઠિયાવાડનાં અનેક મેટાંનાનાં રાજ્યોને સમાવેશ થતો હતો.
મુંબઈ ઇલાકાના જુદા જુદા જિલ્લાઓનાં આંકડાકીય વૃતાંત તૈયાર કરવાની હિલચાલ ૧૮૪૩ માં શરૂ થઈ લાગે છે. સરકારે આ કામ જિલ્લાઓના કલેકટરને સોંપ્યું હતું. ૧૮૬૭ માં મુંબઈ સરકારને ઇલાકાનું ગેઝેટિયર તૈયાર કરાવવા સૂચના અપાઈ. એ અંગે મુંબઈ સરકારે પોતાના બંને રેવન્યૂ કમિશનરેને અને ડાયરેકટર ઓફ પબ્લિક ઇસ્ટ્રક્શનને યોજના ઘડવા જણાવ્યું, એ સમિતિને આ. કાર્ય ભગીરથ લાગ્યું ને એમાં અનેક તજૂને સહકાર અનિવાર્ય જણાયે. સમિતિની ભલામણથી આ કામ માટે પૂર્ણ સમયના સંપાદકની નિયુક્તિ કરવામાં આવી. ડેક્કન કોલેજના કાર્યકારી પ્રોફેસર મિ. કોને સંપાદક નીમવામાં આવ્યા. એમણે દરેક જિલ્લાના ગેઝેટિયર માટે જુદા જુદા વિષય નક્કી કર્યા ને એ વિષયને ૧૬ પ્રકરણમાં વગીકૃત કર્યા. એમાં કેટલાક સુધારાવધારા સૂચવાયા. એવામાં