________________
સાધન સામગ્રી
અતિહાસિક સંશોધન માટે એ માહિતીની ખાણ સમાન છે. પાર્લામેન્ટરી પેપરની સંખ્યા ઘણી મોટી છે અને વિષયનું વૈવિધ્ય પણ એમાં ઘણું છે. નીચેના દષ્ટાંતે ઉપરથી આ સરકારી દસ્તાવેજોના મહત્વને ખ્યાલ આવી શકશે. એક પાર્લામેન્ટરી પેપર ૧૮૮૦ થી ૧૮૯૦ સુધીના સમયમાં ખંભાતના ખેડૂતની કથળતી જતી આર્થિક સ્થિતિનો ચિતાર આપે છે, એટલું જ નહિ, પણ પરિસ્થિતિ અસહ્ય બનતાં ખેડૂતોએ રાજય સામે કેવી રીતે બળ પિકા એની માહિતી પૂરી પાડે છે. એક પાર્લામેન્ટરી પેપર ગુજરાતનાં રજવાડાંમાં તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુજરાતી તેમજ અંગ્રેજી કર્મચારીઓમાં તથા ગુજરાતના વેપારીઓ અને શરાફામાં પ્રવર્તતી લાંચરુશવતની બદીઓને છતી કરે છે. એકિન્સન નામના અંગ્રેજ સનંદી અમલદારે તૈયાર કરેલી ગ્રંથમાળાના ગ્રંથ ૬ માં અંગ્રેજી શાસનની શરૂઆતમાં કંપની સરકાર અને ગુજરાતનાં દેશી રાજ્યો વચ્ચે જે કેલ-કરાર થયા તેની સવિસ્તર દસ્તાવેજી માહિતી આપેલી છે.
ગુજરાતનો ઈતિહાસ-લેખન માટે અપ્રકાશિત સાધનસામગ્રી ઘણું સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જે સરકારી અભિલેખાગારમાં તેમજ કૌટુંબિક તથા સાર્વજનિક માલિકીના સ્વરૂપમાં મળી આવે છે. દિલ્હીના રાષ્ટ્રિય અભિલેખાગાર (National Archives of India), મુંબઈમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય દફતરભંડાર, તથા ગુજરાત રાજ્ય દફતર–ભંડાર, ગાંધીનગરની વિવિધ શાખાઓમાં સમાવિષ્ટ અપ્રકાશિત કાગળો, દસ્તાવેજો અને પત્રવ્યવહાર આ સમયની પ્રજાકીય પ્રવૃત્તિઓનાં વિવિધ પાસાં વિશે માહિતી પૂરી પડે છે. મહારાષ્ટ્ર અભિલેખાગાર (મુંબઈ) તથા રાષ્ટ્રિય અભિલેખાગારમાં Foreign Political Department ની સેંકડો ફાઈલે સાચવવામાં આવી છે, જે રાજકીય અને સામાજિક વિષયને લગતી છે.
સરકાર સામે વધતા જતા ખેડૂતોના અસંતોષ તેમજ રાજકીય પ્રવૃત્તિઓને આલેખતી અનેક હસ્તપ્રત અને ટાઈપ થયેલાં લખાણો હિંદ સરકારના Home Department (Political) Fortnightly Reportshi mai ho . YES સરકારના એ સમયે “ખૂબ ખાનગી” ગણતા અહેવાલ હાલ મહારાષ્ટ્ર સરકારના સચિવાલયમાં ગેઝેટિયર્સ ઑફિસમાં તથા અભિલેખાગારમાં છૂટક છૂટક સાચવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય-દફતરે ગુજરાતની ધાર્મિક અને સામાજિક બાબતને સ્પર્શતી અનેક વિગતેને Revenue Department Filesમાં પણ જાળવી છે. આ ફાઈલમાં ખાસ કરીને વંશપરંપરાગત સામાજિક તથા આર્થિક અધિકારે,