________________
૩રર
બ્રિટિશ કાહ કોઈમાં વળી વિદ્યાથીના શરીર ઉપર જળ લગાડવામાં આવતી અને એને ચળ આવે તેપણ હાથ અડકાડવાની મના હતી. કેઈ શિક્ષામાં વિદ્યાથીને જળ કે બિલાડી કે કુતરાં જેવાં પ્રાણુઓ સાથે કેથળામાં પૂરવામાં આવતું અને પછી એને જમીન પર ગબડાવવામાં આવતું. કેટલીક વાર વિદ્યાથીના હાથની બે આંગળીઓ વચ્ચે લાકડી ભરાવી એને દુઃખ થાય એવી રીતે બાંધવામાં આવતે. કઈ વાર વિદ્યાર્થીને લાંબા પડીને જમીન માપવી પડતી અને નાક ઘસીને કેટલું અંતર થયું છે એની નેધ કરવામાં આવતી. ચાર વિદ્યાથી જેને શિક્ષા કરવાની હેય તેના હાથપગ પકડતા, એને આમતેમ ઊંચે નીચે ફંગોળતા અને જમીન પર ફેકતા કેઈ વાર બે વિદ્યાથી જેને શિક્ષા કરવાની હોય તે વિદ્યાથીના કાન પકડતા અને એકદમ દોડતા જેથી એના કાન ખેંચાય અને એ વેદના અનુભવે. જે વિદ્યાથી શાળાએ મોડો આવતે તેને હાથમાં સેટી પડતી. આવી રીતે વિદ્યાથીઓને અનેક પ્રકારની કડક શારીરિક શિક્ષા કરવામાં આવતી. ૧૧
આમ પ્રાચીન પદ્ધતિથી ચાલતી શાળાઓમાં ઓછામાં ઓછા ખર્ચે સંગીન શિક્ષણ અપાતું હતું. (આ) સંસ્કૃત પાઠશાળાએ
પ્રાચીન પદ્ધતિથી કેળવણું આપતી હિંદુઓની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને - સંસ્કૃત પાઠશાળાઓને રાજાઓ નવાબે જમીનદારો ધનિક અને ધાર્મિક વૃત્તિના નાગરિકે તરફથી આર્થિક સહાય અને પ્રોત્સાહન મળતાં. આવી પાઠશાળાઓના અધ્યાપકે વિદ્વાન હતા. ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી રાખી પ્રાચીન શિષ્ટ ભાષા સંસ્કૃતને અભ્યાસ કરાવવામાં આવતું. પાઠશાળાઓના અધ્યાપકોને રાજારજવાડાં તથા ધનિકે દ્વારા જમીન અનાજ તથા રોકડ રકમ કપડાં વગેરે પુરસ્કારરૂપે મળતું. આના બદલામાં શિક્ષકે મફત શિક્ષણ આપતા અને વિદ્યાથીઓને રહેવા-જમવાની મત સગવડ આપતા. કેટલીક વાર સ્થાનિક આશ્રયદાતાઓ કે રાજારજવાડાં તરફથી ખાસ મકાન બંધાવી આપવામાં આવતું હતું. સામાન્ય રીતે વિદ્યાથીએ શાળામાં ૧૨ વર્ષ કે એનાથી વધારે વર્ષ રહી અધ્યયન કરતા હતા.
સંસ્કૃત પાઠશાળાઓમાં અધ્યયન માટે મુખ્યત્વે બ્રાહ્મણે આવતા. એમાં સ્ત્રીઓને અને જેમને વેદ વગેરે ભણવાને અધિકાર નથી તેવી જ્ઞાતિના વિદ્યાર્થીઓને સમાવેશ થતે નહિ. પાઠશાળાના અધ્યાપકે બ્રાહ્મણ ગૃહસ્થ હતા અને મુખ્ય ઉદ્દેશ પંડિત બનાવવાને હતે.