________________
કેળવણું મળતું. ખેડા જિલ્લામાં વિદ્યાથી લગ્ન વગેરે પ્રસંગે સારી સારી સ્થિતિના લેકે પાસેથી ગુર માટે દક્ષિણ માગી લાવતા. સુરત જિલ્લામાં શિક્ષકને કેટલીક જમીનનું ઉત્પાદન આપવામાં આવતું. અમદાવાદમાં પટેલ તરફથી પસાયતાની જમીન શિક્ષકને નિર્વાહ માટે આપવાનું નોંધાયેલ છે. સુરત જિલ્લાના ગ્રામપ્રદેશમાં બક્ષિસ સહિત પુરકારની રકમ માસિક રૂ. ૩ જેટલી હતી. સુરત શહેરમાં પ૦ વિદ્યાર્થીવાળી શાળાના શિક્ષકને રૂ. ૫ માસિક મળતા. ભરૂચ જિલ્લામાં ગામના કદ પ્રમાણે શિક્ષકને સરેરાશ વાર્ષિક રૂ. ૫૦ મળતા. ભરૂચ જેવા શહેરમાં પણ માસિક પુરસ્કાર રૂ. ૩.૫ મળતું. ખેડામાં વધારે સંખ્યા ધરાવતી શાળાના શિક્ષકનું વેતન વાર્ષિક રૂ. ૧૫૦થી ભાગ્યેજ વધારે હતું.
સામાન્ય રીતે શિક્ષકને વાચન લેખન હિસાબ નામું આંક વગેરે શીખવવાનું હેવાથી એનું જ્ઞાન પરિમિત હતું. એ સુંદર લેખન તરફ વધુ ધ્યાન આપતા.
મોટે ભાગે શાળા માટે હિંદુઓમાં મંદિર અને મુસ્લિમોની મદરેસા માટે મજિદને ઉપયોગ થતો. કોઈ સ્થળે ગામના જમીનદાર કે સદ્ગહસ્થના મકાનને ભાગ પણ શાળાના ઉપયોગ માટે આપવામાં આવતું. વાળંદ ઘાંચી કે કુંભારનાં મકાન પણ કોઈ સ્થળે શાળા માટે ઉપયોગમાં લેવાતાં. આવી શાળાઓમાં વિદ્યાથીઓની સરેરાશ સંખ્યા ૧૫ રહેતી. જ્યાં સુધી જરૂર હોય ત્યાંસુધી આવી શાળાઓ અસ્તિત્વમાં રહેતી અને જરૂરિયાત પૂરી થતાં બધ પણ થઈ જતી.
સામાન્ય રીતે અગિયારસ પૂનમ અમાસ ગ્રહણ દિવાળી હેળી અને દશેરા જેવા તહેવારની રજા રહેતી. આ ઉપરાંત કેઈ નો વિદ્યાથી શાળામાં દાખલ થાય તે મીઠાઈ સાકર ચણ ધાણું વગેરે વહેંચાયા બાદ રજા અપાતી.
બાળકને શારીરિક શિક્ષા કરવાને પ્રતિબંધ ન હતો. સામાન્ય રીતે અંગૂઠા પકડાવવામાં આવતા અને એની ડોક ઉપર ઈટ કે અંકણું કે એવી કઈ વસ્ત મૂકવામાં આવતી. જે ભૂલેચૂકે શિક્ષાની મુદત દરમ્યાન એ વસ્તુ પડી જતી તે વિદ્યાથીને નેતરની સોટીથી માર મારવામાં આવતું. કેટલીક વાર વિદ્યાથીને અર્થે કલાક કે એક કલાક એકપગે ઊભે રાખવામાં આવતા વિદ્યાર્થીને એના પગને ડોક પર રાખીને જમીન ઉપર બેસવાની શિક્ષા પણ ફરમાવવામાં આવતી. કેટલીક વાર બે ઈટ પર વિદ્યાર્થીને એવી રીતે બેસવાનું કહેવામાં આવતું કે જેથી બે પગે વચ્ચે વિદ્યાર્થીને એનું માથું કાન પકડીને વેદના થાય એવી રીતે રાખવું પડતું.
કઈ શિક્ષામાં વિદ્યાથીને નજીકના ઝાડની ડાળીએ લટકાવવામાં આવતે, તે દાઈમાં એના હાથપગ બાંધી છાપરાના મોભ સાથે કે વળીએ લટકાવવામાં આવતું. ૨૧