________________
બ્રિવિશ કાલ
૩૧૯
• ખેાલાવે. હાજરી એટલે જે છેકરા સાંજે નિશાળમાં આવ્યા હાય તેમની હાજરી, એ માલવાની રીત જુદી હતી. ‘કરસનદાસ નરસીદાસ સાજીના હાજર' આ મુજબ જેનું નામ વહેંચાયું કે તરત મહેતાજી છેાકરાની પાટી જોઈ રજા આપતા. હવે • સાંજે જે હાજર ન હેાય તેમનાં નામ લઈને એકેકને ખેાલાવી પ્રેમ ગેરહાજર · રહ્યો'? કહી ઉપર મુજબ ખેચારેક સાટી એના પર લગાવે. છેકરા જ્યાંસુધી એમ ન કહે કે મહેતાજી સાહેબ, હવે સાંજે ગેરહાજર નહિ રહું.” ત્યાં સુધી સેાટી વિચત જ પડતી બંધ થતી હતી. ગેરહાજરી અંગે અગાઉથી મહેતાજીની રજા લેવી પડતી કે ઘેરથી ચિઠ્ઠી લાવવી પડતી.
$
ચેમાસામાં ધૂળ મળે નિહ તેથી છેાકરાએ રેડાં એકઠાં કરી એને ભાંગીને “ભૂકા કરતા તેને ‘પરપેાટા' કહેતા. એ ખડી કે ગેરુથી રંગેલા પાટલા ઉપર નાખી છાણીના કે દાતણુના વતરણાથી લખતા હતા.
સાંજે પાંચ વાગે એટલે સામાન્ય વિદ્યાથીને રજા આપી બાકીના સારા છેકરાઓને શિક્ષક પેાતાની પાસે એટલે જુદા ખેસાડે. છેકરા ફક્ત દસ કે પંદર હોય, તેમાંથી ત્રણચારને કે બધાને નીચે ઊભા રાખે અને એમાંથી કાઈને ડ‘કાપલ્લવી’ કરપલ્લવી' પૂછવા માંડે.
ડંકાપલ્લવીમાં એક ડૂમા (નાનુ` ઢાલ) મહેતાજી હાથમાં લેતા અને એ ઠૂમકા * ઉપર એક નાની લાકડી વડે ઢાંકતા. એક વગાડૅ તા અમુક અક્ષર, અમુક રીતે દાંડા ઢાકાય તા કાના', અમુક રીતે દાંડા ઠેકાય તેા માત્રા', અમુક રીતે ઠેકાય તા ભીડું', એવી ગાઠવેલી સત્તા પ્રમાણે ડૂમા વગાડી ગમે તે છેકરાને પૂછે કે એ તરત જ જવાબ આપે. આવી રીતે બે ચાર છેકરાઓને જુદાં જુદાં વાકચ ...પૂછે કે તરત છેાકરા જવાબ આપે.
E
‘કરપલ્લવી' એટલે હાથના આંગળાની સંજ્ઞાથી સવાલા પૂછતા તેના જવાબ “પણ કરા ઝડપથી આપતા. પછી લીલાવતી'ના હિસાબ ચાલતા. તેમાં ઝાડ પરનાં પાછાં ગણવાનુ હતુ. એ સમીકરણ જેવા હિસાબ હતા. વ્યાજ જેવા હિસાબ માઢે કરતાં શીખવવાની ટેવ પાડતા.૭ એવી રીતે મહેતાજી કેટલાક છેાકરાઓને એકઠા કરી માઢાના હિસાબ પૂછ્યા પાણી પચીસ અને સવા ત્રણ આને ખાંડી, તા દાઢ શેર અને સવા ત્રણ અધેાળનુ શુ?' જે છેકરાને સવાલ પુછાય તે છેાકરા શીખવેલી હિસાબની ચાવીથી તરત જ જવાબ ઈ શકતા હતા. એ હિસાબમાં ઘણા. કાબેલ ગણાતા અને એવા છોકરા ગરીબના હાય તાપણુ વરવાપાત્ર ગણાઈ એના વિવાહ થતા. મહેતાજી વિદ્યાથી" પર ખૂબ ભાવ રાખતા.