________________
૩૫૪
બ્રિટિશ કાલ બેન્ટમ અને અચીનનાં શહેરોમાં સુરત અને ખંભાતના વેપારીઓ કાપડ અને મસાલામાં વેપારમાં આગળ પડતો ભાગ લેતા હતા, ઇન્ડોનેશિયા થાઈલેન્ડ. હિંદી-ચીન વગેરે દેશોમાં એમણે વેપારી તરીકે ગયા હતા. ઈ.સ. ૧૭૬૮ (વિ. સં. ૧૮૧૪)માં બ્રહ્મદેશના આક્યાબ માંડલે વગેરેમાં એમની વસ્તી હતી.. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ ચેખા લાકડું ઝવેરાત તથા અફીણના વેપારમાં પડયા હતા. પાલનપુર અને ડીસાના વેપારીઓ ઝવેરી હતા. ખોજાઇ મેમણ અને વાણિયા વેપારીઓ ચેખા બેંકિંગ વીમો ધીરધાર વગેરે વ્યવસાયમાં પડ્યા હતા. હેગકેગ શાંઘાઈ વગેરે સ્થળોએ પારસીઓ અને વહેરા અફીણ રૂ અને કાપડના ધંધામાં રસ લેતા હતા. જમશેદજી તાતા વગેરે પારસી વેપારીઓ, જાપાન સાથે રૂ અને સૂતરના નિકાસમાં રસ લેતા હતા.
યુરોપમાં એન્ટવર્પ બ્રસેલ્સ એને પેરિસમાં પાટણ પાલનપુર અને સુરતના. ઝવેરી ઝવેરાતને ધંધો કરતા હતા. ઇંગ્લેન્ડમાં વિદ્યાભ્યાસ અને વેપાર અર્થે ગુજરાતીઓ થોડા પ્રમાણમાં વસ્યા હતા. બ્રિટિશ સ્ટીમર કમ્પનીઓમાં ખલાસી તરીકે કામ કરનાર ગુજરાતી ખારવાની સંખ્યા પણ ઠીક ઠીક હતી. યુ. એસ. એ. માં વેપાર અને વિદ્યાભ્યાસ માટે ગુજરાતીઓ ડી સંખ્યામાં હતા.૧૩
પરદેશે સિવાય ભારતના અન્ય ભાગોમાં ગુજરાતીઓની વસ્તી દસ લાખ ઉપરાંત હતી. મુંબઈમાં વધારેમાં વધારે વસ્તી આશરે છ લાખ ગુજરાતીઓની હતી, જે પૈકી સૌરાષ્ટિ કરછીઓ અને સુરતીઓની સંખ્યા મુખ્યત્વે હતી. સુરત અને ખંભાતના બંદરની અવનતિ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાટિયા વહેરા ખેજા મેમણ તથા વાણિયા અને સુરતીએ તેમ પારસીઓએ મુંબઈની આબાદીમાં મહત્વને ફળ આપે છે. મુંબઈના કણિયા મુખ્યત્વે કચ્છી છે. કરાંચીમાં લગભગ બે લાખ ગુજરાતીઓ ભારતના ભાગલા પૂર્વે વસતા હતા, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના લેકે મુખ્યત્વે હતા. મેમણ બ્રાહ્મણે લોહાણા કડિયા સુથાર દરજી વગેરે ગુજરાતના હતા. થોડા પારસીઓએ પણ ત્યાં કાયમી વસવાટ કર્યો હતે. આ ઉપરાંત દિલ્હી કલકત્તા ઝરિયા ધનબાદ જમશેદપુર કટક બાલાસર નાગપુર પૂના હૈદ્રાબાદ સિકંદરાબાદ બેંગલર મદ્રાસ કાલીકટ કાનાનેર કોચીન અલ્પાઈ મદુરા કોલ્હાપુર ઈદાર ઉજજન અજમેર જયપુર આબુ વગેરે શહેરોમાં વેપાર અર્થે ઘણા લેકે વસ્યા છે. કચ્છની વસ્તી જેટલા પાંચ લાખ કચછીઓ ભારતભરમાં ફેલાયેલા છે. નખત્રાણાના લેકે વેરણિયા તરીકે અને લાટીના માલિકે તરીકે સમગ્ર ભારતમાં ફેલાયેલા છે. મહારાષ્ટ્રમાં ગેળના વેપારમાં ઘણું ગુજરાતીઓ છે, સો-દેટસ. વર્ષથી મહારાષ્ટ્રનાં શહેરોમાં ગુજરાતી વાણિયાઓને વસવાટ છે. નાના દુકાનદાર