________________
પરિશિષ્ટ વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી)
૩૧૩ સાથે લગ્ન સંબંધ બાંધવા ઉપર પણ પ્રતિબંધ છે. ગુજરાતીઓની મોટા ભાગની વસ્તી નાતાલમાં છે.૧૦,
ઑસ્ટ્રેલિયા ન્યૂ ઝીલૅન્ડ ફીઝી તથા પેસિફિક (પ્રશાંત) મહાસાગરના ટાપુઓમાં ગુજરાતીઓની છેડી વસ્તી છે. ફીગીમાં પાટીદાર તથા પોરબંદર અને સુરતના લેકે ગયા છે. તેઓ ખેતી અને વેપાર તથા નેકરીમાં જોડાયેલા છે. એમને સમાન અધિકાર મળે છે. ફિઝીમાં મૂળ વતનીઓ કરતાં ભારતીયની વસ્તી વધારે છે, જેમાં બિહાર પંજાબ ને ઉત્તર પ્રદેશના વતનીઓનું પ્રમાણ વધારે છે. સાઉથ ઑસ્ટ્રેલિયા-કવીન્સલેન્ડ ઉષ્ણ હોવાથી આ પ્રદેશમાં મજુરો માટે ભારત તરફ નજર કરવામાં આવેલ, પણ એનું મળી આવતાં કેટલાક ત્યાં ગયા હતા. રંગભેદની નીતિ પરોક્ષ રીતે અમલમાં હોઈને ડોકટર વેપારીઓ વગેરે સુશિક્ષિત વર્ગ અહીં રહી શક્યો છે. ન્યુઝીલેન્ડમાં ફીઝીમાંથી આવેલ લેકે વસ્યા છે, તેમાં સુરત જિલ્લાના વતનીઓનું પ્રમાણ વધારે છે. ઐલેન્ડ તથા વેલિંગ્ટનમાં એમની વસ્તી છે.૧૧
શ્રીલંકામાં વહેરા તથા પારસીઓ મુખ્યત્વે વસ્યા છે. એમની સંખ્યા અનુક્રમે ૫૦૦ તથા ૨૦૦ છે. ઇતર ગુજરાતીઓ-આશરે ૨,૦૦૦ વહેારા આયાત-વેપારમાં રસ ધરાવે છે. અનાજ, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ચોખાની આયાત ભારત અને બ્રહ્મદેશથી કરાય છે. મેમણ વેપારીઓની ચેખાની આયાતને એકહથ્થુ હજારો હતો. આ ઉપરાંત કાપડના ટુકડાઓને વેપાર એમને હસ્તક છે. નિકાસ વેપારમાં યુરોપિયને બાદ કરતાં ભારતીયોનો બીજો નંબર છે, જેમાં પારસીઓ વહેરા વગેરે વિશેષ છે. કરીમભાઈ ઇબ્રાહીમભાઈ પ૩૮ લૂમ અને ૨૧,૦૦૦ ત્રાકની એક મિલ ધરાવતા હતા. કાથીના ઉત્પાદક તરીકે રુસ્તમજી ઍન્ડ કે. જાણીતી છે. ગુજરાતી સ્ટીમર કમ્પનીઓ પૈકી સિંધિયા સ્ટીમ નેવિગેશન કમ્પની સારો રસ લે છે. કેટલાક પારસીઓ સરકારી નોકરીમાં પણ હતા.૧૨
૧૮૧૯ માં અંગ્રેજોએ સિંગાપુર કબજે કર્યું હતું. ૧૮૬૭ સુધી પનાંગ અને સિંગાપુરને વહીવટ ભારતના ગવર્નર-જનરલ હસ્તક હતું. વેપાર-ઉદ્યોગમાં થોડા - ગુજરાતીઓ હતા. મલાયાને શેત્રુંજી ગાલીચા કાપડ વગેરેને વેપાર એમને હસ્તક હતો. સુમાત્રામાં મેડાન શહેરમાં તથા જોવામાં થોડા ગુજરાતી વેપારીઓ હતા. અંગ્રેજોના આગમન બાદ મલાયામાં ભારતીય મજૂરનું આગમન થયું છે. પોર્ટુગીઝોએ મલાક્કા જીતી લીધું ત્યારે ૧૬મી સદી અને એ પહેલાં સુરતના વેપારીઓ મલાક્કામાં હતા. પિનાંગના ગવર્નર સ્ટેમ્ફર્ડ રેશે ૧૮૦૮માં મલાક્કા વિશે લખતાં બજણાવેલ કે “સુરતથી માલ ઉપરાંત વહાણ દ્વારા ગુજરાતી વેપારીઓ આવે છે.”