________________
૨૫
.
ટિશ કાશ
આ કાયદા અનુસાર જે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા સિવાય પુરુષ બીજી વાર લગ્ન કરે તે એને સાત વર્ષની જેલની સજા થતી. સાત વર્ષ સુધી પતિ કે પત્ની એક સ્થળે સાથે ન રહેતાં હોય તે એવાં લગ્ન રદ થઈ શકતાં.. પતિ કે પત્ની વ્યભિચારી હોય અથવા બંનેની જિંદગી જોખમમાં હોય તે લગ્નવિરછેદ થઈ શકતે. પતિએ ૧૬ અને પત્નીએ ૧૪ વર્ષની ઉંમર પૂરી ન કરી હોય ત્યાંસુધી લગ્નવિષયક કોઈ પણ પ્રકારના ઝઘડા કેર્ટમાં લઈ જઈ શકાતા નહીં. કોર્ટમાં ન્યાયાધીશની સાથે સરકારે નિયુક્ત કરેલા પારસી પ્રતિનિધિઓ પણ બેસતા.૪૦
૧૮૬૫ માં પારસી વારસાહક ધારે (The Parsi succession Act) પસાર કરવામાં આવ્યું. આ કાયદા અનુસાર વસિયતનામું કરીને મૃત્યુ પામેલ પુરુષની મિલક્ત એની વિધવા અને બાળકો વચ્ચે વહેંચાય, જેમાં દરેક પુત્રને માતા કરતાં બમણ અને વિધવા માતાને દરેક પુત્રી કરતાં બમણે ભાગ મળે. જે પારસી સ્ત્રી પતિ પહેલાં મૃત્યુ પામે તે એના વિધુરને એણે વસિયતનામું કરેલ મિલકતમાં બાળકો કરતાં બમણો ભાગ મળે. પારસી પુરુષ મૃત્યુ પામે અને પાછળ વિધવા ન હોય તે દરેક પુત્રને પુત્રી કરતાં ચાર ગણે ભાગ મળે. પારસી વિધવા જો મૃત્યુ પામે તે એની મિલકત દરેક બાળકમાં સરખા ભાગે વહેંચાય.૪૧
આ સમય દરમ્યાન પારસીઓમાં સુધારકવૃત્તિ જાગી. પારસી પંચાયત ૧૮૨૩માં મુંબઈમાં દાદાભાઈ નવસરવાનજી શેઠની અગિયારીમાં ભરાયેલી જાહેર, સભામાં પારસીઓમાં જે કેટલાક કુરિવાજમાંથી ઊભી થતી સામાજિક બદીઓ હતી તેને દૂર કરવા અમુક નિયમો ઘડ્યા. એમાં પારસી પુરોહિતે વિના નિમં. ત્રણ આરોદાદ(ભેટસોગાદ) લેવા જવું નહિ અને કઈ પારસી ગૃહસ્થ નિમંત્રણ વિનાના કેઈ પુરોહિતને ભેટ આપવી નહિ. કઈ પણ પારસીને મૃત્યુ બાદ દરેક મહિનાના ચોથા દસમા અને ત્રીસમા દિવસે, પહેલા વર્ષે અને પછી દરેક વર્ષે મૃત્યુતિથિ વખતે થતા ભોજન સમારંભે બંધ કરવા. મૃત્યુ બાદ રવા-ફૂટવાને રિવાજ બંધ કરાવ્યો. જે કઈ આ નિયમોનો ભંગ કરે તેને નાના-મોટા દંડ થતા જોકે આ નિયમો બહુ અમલમાં આવ્યા નહિ. કારણ કે ધનિકે ગુનામાંથી બચી જતા અને ગરીબને દંડ ભોગવવું પડત.૪૨
ગરીબ પારસીઓને મફત કેળવણી આપવા માટે ધનિક પારસીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ઉઠમણુની ક્રિયામાં કેટલાક પારસીઓ મૃત વ્યક્તિની પાછળ આંધળા-લૂલા પારસીઓની સેવાના ફંડમાં વાપરવા ન આપતા.૪૩