________________
સામાજિક સ્થિતિ
૨૯ - ગરીબ પારસીઓના ખેરાકમાં જુવારના રોટલા ભાત દહીં અને શાક હતાં. ધનિક (કે વ્યક્તિના બનેલા) કુટુંબને ભોજનને માસિક ખર્ચ રૂ. ૮૫, મધ્યમ વર્ગનાને રૂ. ૫૦ અને ગરીબનાને રૂ. ૧૦થી ૨૦ ને હતે. ભજનસમારંભમાં પતરાળામાં ભેજન પીરસાતું. ધનિકે ખુરશી–ટેબલ પર જમણ આપતા.૩૫ પારસીઓ નિત્યક્રમમાં વહેલા ઊઠી પ્રાર્થના કરતા. ગોમૂત્ર મોં પર લગાડી પાણીથી મેં જોઈ નાખતા. સવારે સ્ત્રીઓ આંગણામાં સાથિયા પૂરતી.
પાંચમા વર્ષે છોકરાને પ્રાથમિક શાળામાં મૂકવામાં આવતો. છોકરીને છઠ્ઠા વર્ષે મહિલાશાળામાં મૂકવામાં આવતી, જ્યાં એને ગુજરાતી બારાખડી તથા “ઝંદ અવેસ્તાને અમુક ભાગ શીખવવામાં આવતે અને દસ્તૂર કુટુંબની હોય તે ઊન વણુતાં પણ શીખવવામાં આવતું. કેટલીક છોકરીઓ ઉચ્ચ કેળવણી મેળવતી. દસથી ૧૫ વર્ષની નાની ઉંમરે લગ્ન થતાં. લગ્નમાં ગ્રામીણ પારસીઓમાં જન્માક્ષર મેળવવાની પ્રથા પણ જોવા મળતી. કેટલાક પારસીઓમાં બાળકના જન્મ પહેલાં બે ભિન્ન કુટુંબની સગર્ભા સ્ત્રીઓ એકબીજાને વિજાતીય બાળક જન્મે તે લગ્નસંબંધથી બંધાશે એવું વચન આપતી. હિંદુઓમાં જેમ છોકરા-છોકરીનાં લગ્ન નાની * ઉંમરે થતાં તેમ પારસીઓએ પણ આ રિવાજ અપનાવ્યો હતો. એમના ધર્મ કાનૂન અનુસાર પંદર વર્ષ પહેલાં છોકરીનાં લગ્ન થતાં. કવચિત બાળલગ્નનાં ઉદાહરણ પણ મળે છે. પારસી દૈનિકમાં બાળલગ્નવિધી ઊહાપોહ થયો હતો.
લગ્નવિધિ પણ જે પહેલાં બે દિવસ લાંબો ચાલતો હતો તે ટૂંકાવી એક જ દિવસમાં બધા વિધિ પતાવવાને સુધારે દાખલ કરવામાં આવ્યા. . કેટલાક પારસીઓએ લગ્નના રીતરિવાજો તથા પહેરામણીનું બેડદ ખર્ચ દૂર કરવાના સુધારા કર્યા હતા.૩૭
૧૮૬૫ સુધી ગુજરાતના બધા ભાગમાં અને ગાયકવાડી રાજ્યમાં અંજુમન કે પારસી પંચાયતે સામાજિક અને ધાર્મિક વિવાદ પતાવતી. આ અંજુમન ગરીબ પારસીઓને અનાજ કપડાં પૂરાં પાડવાનું, પારસી શાળાઓના નિભાવનું, વાર્ષિક ઉજાણીઓ તેમજ અગિયારીઓ અને દેખમાઓની દેખરેખ રાખવાનું વગેરે કાર્યો કરતી.૩૮
ધર્મ અને પારસી રિવાજ અનુસાર બહુપત્નીત્વ માન્ય નહેતું, છતાં ઘણું પારસીઓ એને ભંગ કરતા. પતિ કે પત્નીના મૃત્યુ બાદ પુનર્લગ્ન થઈ શકતું.૩૯
૧૮૬૫ માં પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારે (The Parsi Marriage and Divorce Act) બહાર પડ્યો તેમાં બહુપત્નીત્વને ગેરકાનૂની ઠરાવવામાં આવ્યું,