________________
સામાજિક સ્થિતિ
બળિયા કાઢે નીસરે ફરી માતા માટે કેપ જ કરી, જેને ફરી બળિયા નીસરે તેને દાક્તર એવું કરે.
ખૂબ ખાટલા સાથે ઘસે, જ્યાં સુધી જીવથી તે જશે.' લેકેના મનમાંથી આવા ખેટા ખ્યાલ કાઢી નાખવા માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ શ્રી મગનલાલ વખતચંદ પાસે બળિયા વિશે તેમજ હળી ઉપર રમાતી અશ્લીલ રમત જેવા જંગલી રિવાજોને દૂર કરવા માટે નિબંધ લખાવ્યા હતા.
આમ ઓગણીસમી સદી દરમ્યાન અનેક ઉગ્ર અને શાંત સમાજ-સુધારકોએ નિબંધે ભાષણે કાવ્યો દ્વારા સમાજને જાગ્રત કર્યો, “ધર્મસભા' “પ્રાર્થના સમાજ મઘનિષેધ મંડળ” જેવી સંસ્થાઓ સ્થાપીને સમાજમાંથી કુરિવાજરૂપી રાક્ષસોને હઠાવી ગુજરાતનું સમાજ-જીવન ઉજજવળ બનાવ્યું. ગુજરાતમાં સીજીવનને વિકાસ
| ગુજરાતમાં પણ અઢારમી-ઓગણીસમી સદી દરમ્યાન હિંદુ સમાજ અજ્ઞાન બાળલગ્ન દહેજપ્રથા વગેરે અનેક દૂષણોથી ઘેરાયેલ હતા. આ સમયે ગુજરાતમાં પશ્ચિમની કેળવણીને પ્રારંભ થતાં આ દૂષણેને દૂર કરવા અનેક સમાજસુધારકે આગળ આવ્યા. એના પરિણામે ગુજરાતમાં કન્યાકેળવણીને પ્રારંભ થયો. ગુજરાતમાં પહેલવહેલી કન્યાશાળા સ્થાપવાને વશ ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ફાળે જાય છે. આ પૂર્વેમાં જણાવ્યા પ્રમાણે આ પછી અમદાવાદમાં શેઠાણ હરકુંવરબાઈ કન્યાશાળા અને રા, બ. મગનભાઈ કરમચંદ કન્યાશાળાની શરૂઆત થઈ. આમ ધીરે ધીરે ઓગણીસમી સદીના પ્રારંભમાં ગુજરાતમાં કન્યાકેળવણીનાં પગરણ મંડાયાં..
આ સમયે ઘણું લેકે કન્યાને લગ્નવય થતાં લગી ચાર-પાંચ ધોરણ સુધી ભણાવતા હતા, પણ નાની વયમાં થતાં લગ્નને કારણે કન્યાઓનું શિક્ષણ અધકચર રહેતું. શ્રી લાલશંકર ઉમિયાશંકરે સ્ત્રીકેળવણીના વિકાસ માટે ઘણું પ્રયત્ન કર્યા હતા. ઈ.સ. ૧૯૦૧ માં વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતા ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનાર પ્રથમ સન્નારીઓ હતાં.૨૩ લગ્ન પછી પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો, જેને લીધે ઉચ્ચ વર્ણની સ્ત્રીઓમાં શિક્ષણની મહત્ત્વાકાંક્ષા જાગી હતી. આમ છતાં ઓગણીસમી સદી દરમ્યાન ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો વ્યાપ જોઈએ તેટલા પ્રમાણમાં વિસ્તર્યો ન હતે.
આ સમયનું સ્ત્રી જીવન ધાર્મિક અને અનેક પ્રકારની પ્રણાલિત રૂઢિઓથી ઘેરાયેલું હતું. અનેક સ્ત્રીઓ જ્ઞાતિની મર્યાદામાં રહી જીવન વિતાવતી. જ્ઞાતિની