________________
૨૩૮
બ્રિટિશ કાળ આ જ રીતે બીજા પારસી સુધારક બહેરામજી મલબારીએ બાળલગ્નનાં પરિણામે, કજોડાં, વિધવાને ઉદ્ધાર વગેરે વિષય ઉપર કાવ્ય રચી સમામાં જનમત કેળવવા માંડયો હતે. ઈ. સ. ૧૮૪૪ માં બાળલગ્ન અટકાવવા એમણે જાહેરમાં ચર્ચાઓ આરંભી. સરકારે એને ટેકે આ હતા. એમણે નિરાધાર સ્ત્રીઓ માટે મુંબઈમાં સેવાસદનની સ્થાપના કરી હતી. આમ મલબારીએ પિતાના જીવનમાં સમાજ-સુધારાના ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ગુજરાતમાં ઉત્તમ કીર્તિ સંપાદિત કરી હતી. - શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ (ઈ. સ. ૧૮૫૫-૧૯૦૭) પિતાની મહા નવલ “સરસ્વતીચંદ્ર' દ્વારા સ્ત્રીકેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન, જ્ઞાતિપ્રથાનાં અન્ય દૂષણે વગેરે વિશે જનમત કેળવ્યું હતું, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણી હતી.
વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડ એક રાજવી હોવા છતાં સાચા અર્થમાં સમાજસુધારક હતા. એમણે પિતાના અમલ દરમ્યાન ગુજરાતમાં કેળવણું હરજોદ્ધાર બાળલગ્નનિષેધ વિધવાવિવાહ વગેરે કાર્યોને ઘણું જ ઉરોજના આપ્યું હતું. એમણે સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત અને મફત કરી હતી. વિવિધ હાઈસ્કૂલ અને કોલેજની સ્થાપના અને છાત્રાલયે શરૂ કરી હરિજને માટે અલગ શાળાઓ અને હરિજદ્વારપ્રત્તિને વેગ આપે હતા. પિતાના રાજ્યમાં બાળલગ્ન અટકાવવા અને વિધવાવિવાહને ઉરોજન આપવા કાયદા કર્યા હતા.
શ્રી રમણભાઈ નીલકંઠે “ભદ્રભદ્ર “રાઈને પર્વત’ જેવી પિતાની કૃતિઓ તેમજ લેખ દ્વારા સામાજિક ક્ષેત્રે નૂતન સરણી પ્રગટાવી હતી.
આ ઉપરાંત અમદાવાદના રણછોડલાલ છોટાલાલ, નવલરામ, નરસિંહરાવ, કેશવલાલ વકીલ, નેપાળદાસ હરિદેશમુખ, ૨. બ. ખુશાલરાય સારાભાઈ, હરગેવિંદદાસ કાંટાવાળા, સાંકળેશ્વર જોશી, વ્યાસ ઇરછાશંકર અમથારામ, ગટુભાઈ ધુ વગેરેએ પિતાનાં લખાણ દ્વારા સમાજમાં પ્રચલિત બદીઓ દૂર કરવામાં ઘણું મદદ કરી હતી.
આ સમયે બળિયા ટંકાવવા બાબતમાં સમાજમાં અનેક પ્રકારના વહેમ પ્રચલિત હતા. ગામમાં બળિયા ટાંકનાર ડોકટરનું આગમન થતાં માબાપ પિતાનાં બાળકોને સંતાડી દેતાં યા બીજે ગામ ચાલી જતાં. આ અંગે શ્રી દલપતરામ રાજવિદ્યાભ્યાસમાં લખે છે કે