________________
રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ સરકારે ભારતમાં તેને નિશસ્ત્ર કરવાની યોજનાને નિર્ણય લીધે. તદનુસાર ગુજરાતમાં પણ એ યોજના અમલી બનાવવાના યત્ન થયેલા. સરકારની આ ગુસ્તાખી સામે ગુજરાતની પ્રજા શાંત ન રહી અને ગુજરાત જેવા પ્રમાણમાં શાંત પ્રદેશમાં પણ નિઃશસ્ત્રીકરણનું કાર્ય અંગ્રેજ સરકારને સરળ ન જણાયું.
આમ ૧૮૫–૫૮ નાં બે વર્ષો દરમ્યાન ગુજરાતની પ્રજાએ બ્રિટિશ સરકારનો શાંત પ્રતીકાર કર્યો હતોજે કે સશસ્ત્ર પ્રતીકારની ઠંડી તાકાત પણ ગુજરાતની પ્રજામાં સુષુપ્તાવસ્થામાં ભારેલા અગ્નિ જેવી હતી. ગુજરાતની આ ક્ષાત્રશક્તિની ભૂમિકા ભુલાય એવી નથી.
વડોદરા રેસિડન્સી રેકેઝ(ફાઈલ ન. ૪૬૦, ૧૮૫૮)ના આધારે તાત્યા ટેપે ગુજરાતમાં આવ્યાની વિગતે પ્રાપ્ત થાય છે. આવકવેરા-વિધી તેફાને
આ તેફાને સુરતમાં થયાં હતાં ૨૯ નવેમ્બર ૧૮૬૦ માં. આ પૂર્વે ૧૪મી નવેમ્બરે પુણેમાં આવકવેરા વિરોધી તેફાન થયાં હતાં. સુરતમાં ત્રણ હજાર માણસે બુરહાનપુર ભાગેળે એકઠા થયા અને જ્યાં સુધી આવકવેરા અંગે ફેરવિચારણા ન થાય ત્યાંસુધી આવકવેરાપા નહિ ભરવા અને દુકાને બંધ રાખવા નિર્ણય કર્યો. ઘોડેસવાર અને પાયદળ પોલીસ દ્વારા સરકારે આ તેફાનેને દાબી દેવા પ્રયત્ન કર્યો. દુકાને બંધ કરનારની ધરપકડ થઈ. ૩૦ માંથી પાંચને છોડી મૂક્યા, એકને રૂ. ૫૦ ને દંડ કર્યો અને ૨૪ ને છ માસની સખત કેદની સજા થઈ. આ પ્રસંગે પણ સુરતની પ્રજાના નિભીક વલણની પ્રતીતિ અનુભવાઈ.૧૩ સ્વદેશી અંગે પહેલ
કાપડ અને અન્ય ઉદ્યોગને સ્થાનિક કક્ષાએ ઉત્તેજન આપવાના તથા ચીજવસ્તુની મૂલ્યરેખાને સ્થિર રાખવાના આશયથી અમદાવાદમાં ૧૮૭૬ માં “સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળની સ્થાપના થઈ. જ્યારે સમગ્ર દેશે આ બાબતમાં ખાસ કરીને રાષ્ટ્રીય લડતના રચનાત્મક સ્વરૂપના હથિયાર તરીકે હજી અઢી દાયકા રાહ જોવાની હતી ત્યારે અમદાવાદની પ્રજાની આ પહેલ ભાવનામાં લડાયક હતી, કાર્યમાં સંપૂર્ણ શાંત પ્રકૃતિની હતી અને વિચારમાં રાષ્ટ્રવાદી હતી. સર્વશ્રી અંબાલાલ સાકરલાલ, રણછોડલાલ છોટાલાલ, હરગોવિંદ કાંટાવાળા, પ્રેમાભાઈ હીમાભાઈ વગેરે આ પ્રવૃત્તિઓના અગ્રેસર હતા.૧૪