________________
૨૦૨
બ્રિટિશ કાલ મારી વેઠવી પડી. મેજિસ્ટ્રેટ પડોશી જિલ્લાઓમાંથી અનાજ લાવી ગરીબોને વેચવા લાગ્યા, તે રાષ્ટ્રપ્રેમી મહાજને ગાડાં ભરીને અનાજ ગરીબોને મફત વહે. ચવાનું શરૂ કર્યું. આ દેલન માટે ૫૦ હજારને જનફાળે એકત્રિત થયા. ૫ મી. એપ્રિલે નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ મેજિસ્ટ્રેટને મળ્યું ત્યારે હજારની સંખ્યામાં લેકે ઊમટી પડ્યા. મેજિસ્ટ્રેટ વિનંતી સાંભળી અને એના પ્રતિભાવરૂપે દુકાને ટપટપ ખૂલી ગઈ. સરકારે આખરે દરખાસ્ત પડતી મૂકી. 1 સુરતની પ્રજાએ બીજી વાર સામૂહિક શાંત સત્યાગ્રહ દ્વારા અને સભા સરઘસ વડે સરકારને નમાવી. સવિનય શાંત નિઃશસ્ત્ર પ્રતીકારને ગુજરાતે રાષ્ટ્રને ચરણે ધરેલે આ બીજો પ્રસંગ. સત્તાવનને સ્વાતંત્ર્યસંગ્રામ
સુરતની પરિણામદાયી ચિરંજીવ અસર ઉપજાવનારી બે ઘટનાઓ પછી સમગ્ર ગુજરાતમાં ૧૮૫૭ની દેશવ્યાપી ઘટનાની થોડીક અસર જરૂર થઈ; જે કે એ ઘટનાઓને બળવાનું નામ આપી શકાય નહિ. હકીકતમાં સમાજના થોડાક-વર્ગોએ પિતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર એમાં તકસાધુની જેમ ભાગ લીધે હતા, આથી છૂટીછવાઈ કેટલીક ઘટનાઓ પરસ્પરના સંબંધ વિના જરૂર ઘટી, પરંતુ નેતાગીરીને અભાવ, વ્યવસ્થિત કાર્યક્રમને અભાવ, ગાયકવાડી રાજ્યની આ ઘટના પ્રત્યેની નિષ્ક્રિયતા, કાઠિયાવાડનાં રાજ્યની આ તરફની ઉદાસીનતા, અંદરોઅંદરની ફાટફૂટ, સંકેત આપવામાં અને ચૂહાત્મક સંજ્ઞાઓના પાલનમાં નિષ્ફળતા, નૈતિક નિર્બળતા વગેરે કારણોને લીધે ગુજરાતે આ ઘટના પ્રત્યે ખાસ ઉત્સાહ દાખવ્યું નહિ.
પરંતુ ઉત્તર અને મધ્ય ભારતમાંથી રેશહિલા અને રાજપૂતના આગમનને કારણે ગુજરાતની ભીલ કેળા ઠાકરડા નાયકડા જેવી કેમોને થોડીક પ્રેરણા મળી. પરિણામે સમગ્ર ગુજરાતમાં એની આંશક અસર થઈ. નાંદેદ(જિ. ભરૂચ) દાહોદ પાલા જાંબુડા અને ગોધરા(જિ. પંચમહાલ) સ્થ(રેવાકાંઠા) ચંડપ પ્રતાપપુર અને અનગડ(મહીકાંઠા) આનપુર(લુણાવાડા) વગેરે સત્તાવનની ઘટનાનાં કેંદ્ર હતાં. આ બધાં સ્થળનું વાતાવરણ સરકારને ભયજનક જણાતાં સરકારે અમાનવીય પદ્ધતિ અખત્યાર કરી અસંતોષની આગને વધતી અટકાવી દીધી હતી. વડોદરાના મહારાજા ખંડેરાવની સક્રિય સહાયથી સરકારે ગુજરાતમાં શાંતિ સ્થાપી અને ગેરા અમલદારોએ બંડખોરાને વીજળીવેગે પકડી લીધા.૧૨
સત્તાવનના દેશવ્યાપી વિગ્રહમાં જે ઘટનાઓ બની તેનાથી બ્રિટિશ સરકાર સવેળા જાગ્રત થઈ અને આવી ઘટનાઓને ફરીથી જેમ ના મળે એ માટે બ્રિટિશ