________________
બ્રિટિશ કાલ આવ્યું. સિક્કા પાડવા માટે ૧૦૦ ગ્રેનના તેલાનું એકમ નક્કી થયું અને તેથી સેનાની મહેર, ચાંદીને રૂપિયે તથા તાંબાને પૈસે એક પ્રકારનું પ્રમાણસરનું વજન-ધરણ જાળવતા.૪
૧૮૩૫ થી ૧૯૪૭ના ગાળામાં ભારતના સિક્કાના એકમ એવા રૂપિયાએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કરી અને આ બધાં વર્ષોમાં કાલક્રમે ભારતથી ઘણું દૂરના દેશોએ પણ રૂપિયાને એકમ અપનાવ્યું. અફઘાનિસ્તાન બર્મા જાવા મોમ્બાસા, તિબેટ પાર્ટુગીઝ-ઈન્ડિયા વગેરે આવા પ્રદેશ હતા.'
૧૮૩૫ની સાલમાં સેનાના ડબલ મહેર, મહેર, દસ રૂપિયા તથા પાંચ રૂપિયા તથા ચાંદીના અરધા તથા પા રૂપિયા એ સિક્કો શરૂ થયા. મહેરનું મૂલ્ય પંદર રૂપિયા તથા ડબલ મહેરનું ત્રીસ રૂપિયા હતું. આ બધા સિક્કાઓની મુખ્ય બાજુએ વિલિયમ ૪ થાનું ખુલ્લું માથું એના નામ સાથે દર્શાવાતું. બીજી બાજુએ સેનાના સિક્કા ઉપર તાડવૃક્ષની નીચે ચાલતે સિંહ, અંગ્રેજીમાં કમ્પનીનું નામ તથા અગ્રેિજી-ફારસીમાં મૂલ્ય દર્શાવાતાં. ચાંદીના સિકકાઓ ઉપર પુષ્પમાળાની વચ્ચે મૂલ્ય તથા બહાર વર્તુળાકારે લખાણ તથા વર્ષ દર્શાવાતાં. તાંબાના પૈસા બે પૈસા તથા પાઈ હતાં. મુખ્ય બાજુ રાજ્યચિહ્ન તથા વર્ષ અને બીજી બાજુ પુષ્પમાળામાં અંગ્રેજી તથા ફારસીમાં મૂલ્ય દર્શાવાતું. બહાર વર્તુળાકારે અંગ્રેજી કમ્પનીનું નામ લખાતું. ૧૮૪૪ માં અરધો પૈસે શરૂ થયે.
૧૮૪૦ માં રાણી વિકટારિયાના સેના-ચાંદીના સિક્કા શરૂ થયા. મુખ્ય બાજુએ વામાભિમુખ રાણીનું ડોકું, ચહેરા પાસે અંગ્રેજીમાં “વિકટોરિયા” તથા મસ્તક પાછળ કવીન” લખાતું. બીજી બાજુ વિલિયમ ચેથાના સિક્કા જેવી હતી. સેનામાં ફક્ત મહેર જ હતી. ચાંદીમાં ૧૮૪૧ માં બે આનીને સિક્કો ઉમેરાયે. ૧૮૫૮માં કમ્પની પાસેથી રાજ્ય–કારભાર સંભાળતા નવા સિક્કા પડ્યા. આ સિક્કા ચાંદી તથા ત્રાંબાના હતા. એના ઉપર શાહી તાજ તથા પ્રચુર ભરતવાળે જામે ધારણ કરતું રાણીનું ઉત્તરાંગ હેય છે. લખાણ તથા બીજી બાજુ અગાઉના સિક્કા જેવી હોય છે. ૧૮૭૨ સુધી આવા સિક્કા પડતા રહ્યા, પરંતુ ૧૮૬૨ પછીના સિક્કા ઉપર પણ વર્ષ ૧૮૬૨ દર્શાવાતું, પરંતુ દરેક વર્ષ માટે એક ટપકું ઉમેરાતું, જેમ કે ૧૮૬ર સાથે પાંચ ટપકાં એટલે ૧૮૬૭. ૧૮૭૭ થી કવીન'ને બદલે “એપ્રેસ” લખાવા લાગ્યું. ૧૮૯૧ માં બે પૈસા બંધ થયા.
૧૯૦૧ માં સાતમા એડવર્ડ ગાદીએ આવ્યા. ત્યારે સિક્કાઓ ઉપર રાજાનું મસ્તક દર્શાવતું. અંગ્રેજી લખાણમાં નામ સાથે “રાજા” તથા “શહેનશાહ અર્થવાળા શબ્દ લખાતા, સેનાના સિક્કા પડ્યા નથી. ચાંદીના સિક્કાની બીજી