________________
પરિશિષ્ટ
સિક્કા
૧૮૧૮–૧૯૧૪ના કાલપટ દરમ્યાન ગુજરાતમાં મુખ્યત્વે ઈસ્ટ ઇન્ડિયા કમ્પની તથા અન્ય વિદેશી કમ્પનીઓ, અંગ્રેજો તથા કેટલાંક દેશી રાજાઓના સિક્કા પ્રચલિત હતા. અન્ય વિદેશી કમ્પનીઓના સિક્કાઓને આ અસ્તિકાળ હતો, છતાં તાબું જસત નિકલ કથીર વગેરેનાં મિશ્રણવાળી યુતિનાગ નામની ધાતુના બઝારુકા નામના વિવિધ પ્રકારના ઇન્ડો-પોર્ટુગીઝ સિક્કા દીવની ટંકશાળમાંથી ઈ. સ. ૧૮૨૮ સુધી પડતા હતા. ભારતીય-બ્રિટિશ સિક્કા
ઈ.સ. ૧૮૦૦ માં સુરતના નવાબની સત્તા નાબૂદ થતાં મુંબઈ તથા કલકત્તાની ટંકશાળામાંથી સુરતના નામે કમ્પનીના સિક્કા પડતા હતા. મુંબઈના સિક્કા દેશી પ્રકારના તથા કલકત્તાના મશીનથી પાડેલા હતા. મુખ્ય બાજુએ મુંબઈ ટંકશાળનું ચિહ્ન (રાજાનું તાયુક્ત શીર્ષ) દર્શાવાતું. બીજી બાજુ લંબગોળમાં હિજરી વર્ષ દર્શાવાતું. ગમે તે સાલને સિક્કો હોય, છતાં શાહઆલમ બીજાનું ૪૬મું વર્ષ જ દર્શાવાતું. પરંતુ ૧૮૦૪ પછી પડેલા સિક્કા ઉપર હિજરી કે ઈસુનું વર્ષ દર્શાવાતું નહિ. ઈ.સ. ૧૮૧૮માં કલકત્તાની ટંકશાળ બંધ થતાં મુંબઈથી મશીનના સિક્કા પડવા લાગ્યા. ૧૮૧૮-૨૫ વચ્ચે મુખ્યત્વે મશીનથી બનેલી સીધી ધાર તથા બંને બાજુ લીટીનાં વર્તલવાળા સિક્કા પ્રચલિત હતા, જ્યારે ૧૮૨૫૩૫ વરચેના સિક્કા સાદી ધાર તથા કાપાવાળી કિનારીવાળા હતા. ઈ.સ. ૧૮૨૫ માં મુખ્ય બાજુએ કમ્પનીનું રાજ્યચિહ્ન તથા બીજી બાજુ ફારસી શબ્દો તથા રોમન આંકડામાં મૂલ્ય તથા ૧૨૩૦ હિજરીનું વર્ષ દર્શાવતા ચાર આના, બે આના તથા એક પાઈના સિક્કા પડ્યા હતા.
ઈ.સ. ૧૮૩૩ થી પાછો ફેરફાર થયે. ૧૮૦ ગ્રેન વજનના, ૮૫ ટકા ચાંદી તથા પંદર ટકા મિશ્રણવાળા મીંડાંની કિનારીવાળા રૂપિયા શરૂ થયા. ૧૮૩૪ થી સમગ્ર દેશ માટે સંપૂર્ણ પણે અંગ્રેજી સિક્કો શરૂ થયા.
ઈ.સ. ૧૮૩પ થી આ દેશના બ્રિટિશ ચલણમાં અવનવા સુધારા થયા. દરેક પ્રકારના સિક્કાઓના વજન કદ તથા ગ્યતાનું એક ચક્કસ ધેરણું ઠરાવવામાં